મુંબઈઃ Shraddha Walker Murder Case: સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર શ્રદ્ધા હત્યાકાંડને લઈને મહારાષ્ટ્ર સરકાર તરફથી મંગળવાર (20 ડિસેમ્બર) એ મોટી જાહેરાત કરવામાં આવી છે. શ્રદ્ધા વોલકર હત્યા કેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે SIT ની રચના કરી બજેટ સત્ર પહેલા રિપોર્ટ ટેબલ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને આકરી સજા આપવાની માંગ કરશે. રાજ્યના નેતા વિપક્ષ અજીત પવારે પણ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યુ કે, અત્યાર સુધી તે જોવા મળ્યું છે કે ફરિયાદ પરત લેવા માટે શ્રદ્ધા પર કોઈ રાજકીય દબાણ નહોતું. અમે આ કેસની તપાસ કરી રહ્યાં છીએ. ફરિયાદ નોંધાવવા અને પરત લેવા વચ્ચે મહિનાનું અંતર હતું, અમે તપાસ કરીશું કે તે દરમિયાન પોલીસે શું કાર્યવાહી કરી. SIT કેસ નોંધવામાં કથિત વિલંબ અને શ્રદ્ધાનો પત્ર પાછો ખેંચવા અને તેની પાછળ કોઈ રાજકીય દબાણ હતું કે કેમ તેની પણ તપાસ કરશે.


લવ જેહાદ પર શું બોલ્યા ફડણવીસ?
દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે રાજ્ય સરકાર તરફથી ઇન્ટરફેથ મેરેજનો કોઈ વિરોધ નથી. અન્ય રાજ્યોમાં લવ જેહાદ પર કેટલાક કાયદા બનાવવામાં આવ્યા છે, તે દરેક કાયદાનો અભ્યાસ કર્યા બાદ જો જરૂર પડશે તો રાજ્ય સરકાર તેના પર નિર્ણય લેશે જેથી કોઈ મહિલા તેનો શિકાર ન થાય.


આ પણ વાંચોઃ Chinese Dragon પર પ્રહાર કરશે ઈન્ડિયન આર્મીનો Zorawar, દેશની પહેલી માઉન્ટેઈન ટેન્ક


ફડણવીસને મળ્યા હતા શ્રદ્ધાના પિતા
શ્રદ્ધા વોલકરના પિતા વિકાસ વોલકરે પાછલા સપ્તાહે ભાજપના ધારાસભ્ય કિરીટ સોમૈયાની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના મુંબઈ સ્થિત આવાસ પર મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે એક પત્રકાર પરિષદ કરી અને પોતાની પુત્રીના મોત માટે વ્યવસ્થાને દોષ આપ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube