Aftab Shraddha Delhi Case: દેશની રાજધાની દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડની તપાસમાં પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. દિલ્હી પોલીસ આજે તપાસ માટે ગુરુગ્રામ પણ પહોંચી. આરોપી આફતાબે તેના લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી નાખી અને પછી મૃતદેહના 35 ટુકડાં કરી મેહરોલીના જંગલમાં ફેંકી દીધા. એવી આશંકા છે કે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાં અન્ય જગ્યાઓ ઉપર પણ ફેંકવામાં આવ્યા છે. આ બધા વચ્ચે શ્રદ્ધાનો 2 વર્ષ જૂનો ફોટો સામે આવ્યો છે. જેમાં તેના ચહેરા પર ઈજાના નિશાન સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આફતાબે તેની ખુબ મારી હતી અને ત્યારબાદ શ્રદ્ધાએ 3 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતો વિવાદ?
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ શ્રદ્ધા આફતાબ સાથે દિલ્હી શિફ્ટ થવા માંગતી હતી. પરંતુ આફતાબ દિલ્હી શિફ્ટ થવાની વિરુદ્ધમાં હતો. તેના માટે તે રાજી નહતો. આફતાબ મોટાભાગે પોતાના ફોન પર ચેટિંગ કરતો રહેતો હતો. શ્રદ્ધા જ્યારે પૂછે કે તે કોની સાથે ચેટિંગ કરે છે તો તેના સવાલનો તે ગોળગોળ જવાબ આપતો હતો. આ કારણે બંને વચ્ચે ઝઘડા પણ થતા રહેતા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube