Delhi Police on Shraddha Murder Case: શ્રદ્ધા વોકરની હત્યાના મામલે આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ પૂરો થઈ ગયો છે. હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ તેની ચકાસણી કરશે. જો કે જરૂર પડ્યે આફતાબને પૂછપરછ માટે શનિવાર પણ બોલાવવામાં આવી શકે છે. આ બધા વચ્ચે એક સમાચાર એવા પણ છે કે સોમવારે આફતાબનો નાર્કો ટેસ્ટ થઈ શકે છે. જે લગભગ 3 કલાક સુધી ચાલી શકે છે. ગઈ કાલે થયેલા પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબે અનેક ખુલાસા કર્યા. પોલીસે આ હત્યા મામલે એ યુવતીની પણ ભાળ મેળવી જેને આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ ઘરે બોલાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રદ્ધાની હત્યા બાદ આરોપી આફતાબે કઈ યુવતીને ઘરે બોલાવી હતી? આ અંગે પોલીસે જો કે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી પરંતુ એટલું ચોક્કસ જણાવ્યું છે કે તે વ્યવસાયે ડોક્ટર છે. યુવતી સાથે આફતાબના કનેક્શન અંગે પોલીસ તપાસ કરી રહી છે. 


વ્યવસાયે ડોક્ટર છે યુવતી
વાત જાણે એમ છે કે આરોપી આફતાબ ડેટિંગ એપ બમ્બલનો ઉપયોગ કરતો હતો. તેણ ડેટિંગ એપથી કોન્ટેક્ટમાં આવેલી એક યુવતીને પોતાના ઘરે બોલાવી હતી. પોલીસે આ યુવતીની ઓળખ કરી લીધી છે. તે એક ડોક્ટર છે. આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાં ટુકડાં કર્યા બાદ તેને ફ્રિજમાં રાખ્યા હતા અને પછી આ યુવતીને ઘરે બોલાવી હતી. 


ગુરુવારે પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આફતાબ સાથે 8 કલાક પૂછપરછ થઈ. જો કે તેને તાવ હોવાના કારણે અધિકારીઓને તેનું નિવેદન નોંધવામાં પરેશાનીનો સામનો કરવો પડ્યો. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube