Shraddha murder case forensic report: શ્રદ્ધા હત્યા કેસમાં હાલ ઝી મીડિયા પાસે એક એક્સક્લુઝિવ માહિતી આવી રહી છે. વાત જાણે એમ છે કે શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ ફોરેન્સિક તપાસમાં થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે હાડકાં પોલીસને મળી આવ્યા હતા તેના  બ્લડ ક્લોટ  અને શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલને મેચ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે ફોરેન્સિક લેબે  બ્લડ ક્લોટ અને હાડકાનું શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલ સાથે મેચ કર્યું હતું. જેમાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયું હોવાની પુષ્ટિ થઈ છે. આ બધા વચ્ચે એવી પણ ખબર આવી રહી છે કે આજે એકવાર ફરીથી શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર રિપોર્ટમાં લાગશે સમય
પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફોરેન્સિક તપાસની ટીમે દિલ્હી પોલીસને એ વાતની મૌખિક જાણકારી આપી છે. એવું કહેવાયું છે કે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આપવામાં હજું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને થોડા દિવસનો સમય લાગી શકે છે. પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા એગ્ઝાબિટની તપાસ બાદ શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે. બીજી બાજુ ફોરેન્સિક ટીમે પોલીસને એ પણ જણાવ્યું કે તેમને આરીથી બોડી કાપવાના નિશાન મળ્યા છે. આવામાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરવાની સાથે ડિટેઈલ રિપોર્ટ મળવાની રાહ જોઈ રહી છે. 


અત્યાર સુધીમાં 19 કલાક પૂછપરછ
આ ભયાનક હત્યાકાંડની તપાસ ચાલુ છે. છેલ્લે મળેલા અપડેટ મુજબ આરોપી આફતાબનો બે વાર પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યો છે. તેની લગભગ 19 કલાક સુધી પૂછપરછ થઈ ચૂકી છે. આફતાબને લગભગ 40 સવાલ પૂછવામાં આવ્યા હતા. પરંતુ આફતાબે હજુ સુધી આ હત્યાકાંડ સંલગ્ન પૂરેપૂરું સત્ય જણાવ્યું નથી. આજે આફતાબના રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. આવામાં આજે એકવાર ફરીથી તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની સાથે સાથે તેના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube