મુજફ્ફરપુર: બિહાર મુજફ્ફરપુર સ્થિત પ્રસિદ્ધ ગરીબનાથ મંદિરમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે જળ ચઢાવવા માટે આવેલા કાવડીયાઓની ભીડ બેકાબૂ બની હતી. શહેરને ઓરિએન્ટ ક્લબ પાસે નાસભાગ મચી હતી. આ અકસ્માતમાં ઘણા કાવડીયાઓ ઘાયલ થયા હોવાની માહિતી છે. તેમને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસભાગ દરમિયાન પોલીસની બેદરકારી જોવા મળી. કાવડીયાને તેમની હાલત પર છોડી પોલીસના જવાન પણ ત્યાંથી ભાગી ગયા હતા. એસપી ઓપરેશન પોલીસકર્મીઓને મદદ માટે અપીલ કરતા રહ્યા, પરંતુ તેમની અનગણના કરી. શહેરના કલ્યાણી ચોક પાસે કાવડીયાઓની સેવામાં લાગેલા સભ્યોએ પણ પરસ્પર બાથ ભીડી દીધી. મોડી રાત્રે નાસભાગથી ગુમટી પાસે બેરિકેડિંગ તૂટી ગઇ. 



સુરક્ષા વ્યવસ્થા છતાં નાસભાગ મચી
કાવડીયાઓ માટે મોટાપાયે વહીવટીતંત્રએ વ્યવસ્થા કરી છે, તેમછતાં નાસભાગ મચી, સુરક્ષા વ્યવસ્થામાં 373 મેજિસ્ટ્રેટ અને 373 પોલીસ અધિકારીઓ ગોઠવવામાં આવ્યા છે. સાથે 892 પોલીસ જવાનો ગોઠવવવામાં આવ્યા છે. ડીએમ અને એસએસપી જાતે નજર રાખી રહ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે મુજફ્ફરપુર પાસે આ મંદિરમાં શ્રાવણ મહિનામાં શિવભક્તોનો મેળાવડો જામે છે. પહલેજાઘાટથી ગંગાજળ ભરીને શિવભક્ત અહીં જળાભિષેક માટે આવે છે. આ મંદિર શહેરની વચ્ચોવચ સ્થિત છે. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવારે છે. શિવલિંગ પર જળાભિષેક માટે શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ છે. બમ બમ ભોલે અને હર-હર મહાદેવના નાદ સમગ્ર વિસ્તાર ગૂંજી રહ્યો છે.