અયોધ્યા: રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે રચવામાં આવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ (Shree Ram Janmabhoomi kshetra Trust)ની પહેલી બેઠક આજે 5 વાગે દિલ્હીમાં હશે. આ બેઠકમાં 13  સભ્ય ભાગ લેશે અને 2 અન્ય સભ્યોની પસંદગી ટ્રસ્ટ આજે કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના અનુસાર શ્રીરામ જન્મભૂમિ ન્યાસ સમિતિના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ અને વિશ્વ હિંદુ પરિષદના ચંપત રાયને આજે ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે. 2 ખાલી પદો પર સભ્યોને પસંદગીનો અધિકાર રચવામાં આવેલા ટ્રસ્ટને આપવામાં આવ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટ્રી જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી 2 સભ્યોને સામેલ કરવાનો પ્રસ્તાવ બેઠકમાં રજૂ કરશે. 


2 સભ્યોની પસંદગી બાદ ટ્રસ્ટ રામ મંદિર પર આગળની રૂપરેખા નક્કી કરશે. ટ્રસ્ટ પોતાના અધ્યક્ષ, મહાસચિવ અને કોષાધ્યક્ષ બનવા પર પણ ચર્ચા કરશે. સૂત્રો જણાવી રહ્યા છે કે અયોધ્યા કોઇ સંતને તેની જવાબદારી આપી શકે છે. 


આજે થનારી આ બેઠકમાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ સમિતિ દ્વારા મહંત નૃત્યગોપાલ દાસ રામ મંદિરનું મોડલ, કોતરણી કરેલા પથ્થર તથા અન્ય મહત્વપૂર્ણ સામગ્રી નવા રચવામાં આવેલા ટ્રસ્ટને સોંપવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે રામ મંદિર નિર્માણ માટે 70% પથ્થરોની કોતરણી પુરી થઇ ચૂકી છે, જોકે હાલ અયોધ્યાના રામસેવપુરમ અને કાર્યશાળામાં ઉપલબ્ધ છે. 


દિલ્હીમાં ટ્રસ્ટની આ પહેલી બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવશે કે સૌથી પહેલાં 67 એક જમીનની માપણી કરવામાં આવશે. ટ્રસ્ટના પદેન સભ્ય ડીએમ અયોધ્યા અનુજ ઝા જમીન પર પોતાનો રિપોર્ટ ટ્રસ્ટને પહેલી મિટીંગમાં સોંપશે.  


સૌથી મહત્વપૂર્ણ એ છે કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ક્યારથી શરૂ થશે? એ સવાલ પર દરેકના મનમાં છે અને તેનો જવાબ આજની બેઠક બાદ મળી શકે છે. સાધુ સંતોનું કહેવું છે કે હિંદુ નવવર્ષની શરૂઆત બાદ કોઇપણ સમયે ભૂમિ પૂજન કરવામાં આવી શકે છે. મોટાભાગના સાધુ-સંત રામનવમીના પક્ષમાં છે પરંતુ કોઇ શુભ મુહૂર્ત પર વિચાર થશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે એપ્રિલમાં રામ મંદિરનું ભૂમિ પુજન કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube