નવી દિલ્હીઃ દેવોના દેવ મહાદેવ ભગવાન શિવના ભક્તો માટે પંચ કૈલાશની યાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે. અત્યંત કઠીન અને દુર્ગમ રસ્તાઓ પર પોતાનો જીવ જોખમમાં મુકીને પણ ભગવાન શિવના શ્રદ્ધાળુઓ પંચ કૈલાશ એટલે કે ભગવાન ભોલેશંકરના 5 તીર્થસ્થળોના દર્શન માટે જાય છે. ભગવાન શિવના તીર્થસ્થળોમાં કૈલાશ પર્વત, મણિમહેશ, કિન્નર કૈલાશ, આદિ કૈલાશ અને શ્રીખંડ મહાદેવનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપમંડલ નિરમંડ ખંડના 18,500 ફૂટ ઊંચા પર્વત પર વસેલા શ્રીખંડ મહાદેવના દર્શન માટે દર્શનાર્થીઓએ 35 કિલોમીટરનો જીવને જોખમમાં મુકનારો અત્યંત જોખમી માર્ગ પાર કરવો પડે છે. ઊંચા પર્વત પર એક વ્યક્તિ માંડ ચાલી શકે એવા પથ્થરોમાં ચાલીને અહીં પહોંચવાનું રહે છે. છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન અહીં ઓક્સિજનના અભાવના કારણે 35થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 


આ કારણે જ હવે શ્રીખંડ મહાદેવની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે જ ટ્રસ્ટ શ્રદ્ધાળુની ફીટનેસ ચકાસ્યા પછી જ શ્રીખંડ મહાદેવની યાત્રાની મંજૂરી આપે છે. આ વર્ષે શ્રીખંડ મહાદેવની યાત્રા 15 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. 


જે લોકો શ્રીખંડ મહાદેવની યાત્રા કરવા માગતા હોય તેમણે 10થી 14 જુલાઈ દરમિયાન પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટે પ્રવાસીએ ફીટનેસ પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. ટ્ર્સ્ટીઓ વ્યક્તિની શારીરિક તંદુરસ્તી ચકાસ્યા પછી જ આ યાત્રાની મંજૂરી આપે છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....