Shukra Gochar 2022: 11 નવેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, થશે શુક્રદેવની અસીમ કૃપા
Shukra Rashi Parivartan 2022, Shukra Gochar 2022: શુક્ર ગોચરને જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત લાભકારી માનવામાં આવ્યું છે. ઘણા રાશિના જાતકોના જીવનમાં શુક્ર ગોચર સારા દિવસ લાવી શકે છે.
નવી દિલ્હીઃ Shukra Rashi Parivatan 2022: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર અસર કરે છે. શુક્ર 11 નવેમ્બરે રાશિ પરિવર્તન કરવાનો છે. શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. શુક્રને ધન, સુખ-સમૃદ્ધિ, પ્રેમ તથા સુંદરતાનો કારક માનવામાં આવ્યો છે. વર્તમાનમાં શુક્ર તુલા રાશિમાં બિરાજમાન છે. શુક્રના વૃશ્ચિક રાશિમાં આવવાથી કેટલીક રાશિના જાતકોને અપાર સફળતા મળી શકે છે. તમે પણ જાણો કઈ રાશિના જાતકોને મળશે લાભ.
સિંહઃ સિંગ રાશિના જાતકો માટે શુક્ર ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. શુક્રના રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવી લાભકારી રહેશે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે.
તુલાઃ તુલા રાશિના જાતકો માટે શુક્ર રાશિ પરિવર્તન મોટું લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આવકના નવા માર્ગ ખુલશે. રોકાણ માટે આ સમયે ઉત્તમ રહેવાનો છે. ધન સંચયમાં સફળ રહેશે.
ધનઃ ધન રાશિના જાતકો માટે શુક્ર ગોચર ખુબ અનુકૂળ રહેવાનું છે. આ દરમિયાન તમે જે કામમાં હાથ નાખશો, સફળતા હાસિલ કરશો. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. વૈવાદિક જીવન સુખદ રહેશે.
આ પણ વાંચો- શનિની અશુભ દ્રષ્ટિથી 17 જાન્યુઆરી સુધી આ રાશિના જાતકો માટે ખરાબ સમય, ખાસ ધ્યાન રાખવુ
મકરઃ મકર રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન ખુબ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમને પ્રમોશન મળી શકે છે. માન-સન્માન વધશે. ધન લાભના યોગ બનશે. વાહન કે ભવન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
કુંભઃ કુંભ રાશિના જાતકો માટે શુક્ર ગોચર શુભ રહેવાનું છે. આ દરમિયાન કરિયરમાં તમને અસીમ સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. ઉચ્ચધિકારી તમારાથી પ્રસન્ન રહેશે. આવકમાં વૃદ્ધિનો યોગ છે.
( આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે પૂર્ણ સત્ય તથા સટીક છે. તમે આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube