નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ જ માને છે. ગ્રહોની સારી નરસી તમામ હરકતો માનવીના જિંદગી પર અસર કરે છે ત્યારે 28 એપ્રિલે શુક્ર ગ્રહ ગજકેસરી યોગમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે પહેલાથી જ મીન રાશિમાં બેઠેલા ગુરુનું નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રહ ગોચરની ગણતરી મુજબ, ગુરુ 28 એપ્રિલે રાત્રે લગભગ 9.11 વાગ્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્રના ગોચરના કારણે ગુરુ-શુક્રનો સંયોગ પણ બનશે. આ દિવસે પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોની આવી ચાલ શુભ કાર્યોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને 7 રાશિઓને તેનાથી શુભ ફળ મળશે.


મેષ:
ગજકેસરી યોગમાં શુક્રના રાશિ પરિવર્તનના કારણે મેષ રાશિના લોકોનો ભાગ્યોદય થશે. નોકરીમાં ઈન્ક્રિમેન્ટ, પ્રમોશનની સંભાવનાઓ બની રહી છે. નવું મકાન, દુકાન કે મિલકત ખરીદવાની શક્યતાઓ પણ બની રહી છે. વેપારમાં ઘણો ફાયદો થશે. સુખમાં વધારો થશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.


વૃષભ:
વૃષભ રાશિના જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા, તેમને જલ્દી સારા સમાચાર મળી શકે છે. ગુરુ-શુક્રના સંયોગથી નોકરી-ધંધામાં નવી તકો મળી શકે છે.કોઈપણ શુભ કાર્ય માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. માન-સન્માન વધશે. દરેક જગ્યાએ તમારી પ્રશંસા થશે.


કર્ક:
ગજકેસરી યોગમાં શુક્રનું રાશિ પરિવર્તનથી કર્ક રાશિના લોકોને ધન લાભ થશે. આવકના સ્ત્રોત વધશે. નોકરી-ધંધામાં નવી તકો મળશે. નવા કાર્યો શરૂ કરવા માટે આ સારો સમય છે. પરિવારમાં વાતાવરણ સારું રહેશે. યાત્રાઓ સફળ રહેશે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


વૃશ્ચિક:
પ્રદોષ વ્રત સાથે થઈ રહેલા શુક્રના ગોચરથી વૃશ્ચિક રાશિના જાતકોને પણ ઘણો ફાયદો થવાનો છે. કાર્યસ્થળ પર તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. ધન લાભ થશે. જે લોકો આર્થિક મોરચે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમની સ્થિતિ સારી રહેશે. ખર્ચ-રોકાણ વધશે, પરંતુ આવક ઘટશે નહીં.


ધનુ:
ધનુ રાશિના લોકો માટે નવું મકાન, વાહન અથવા મિલકત ખરીદવાનો યોગ બની રહ્યો છે. લગ્નની બાબતમાં તમારી વાત પાક્કી થઈ શકે છે. લાંબા સમયથી કોઈ કારણોસર અટકેલા કામો હવે પૂરા થઈ શકે છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે.


કુંભ:
ગ્રહોના આ સંયોગ કુંભ રાશિના લોકોને પણ ઘણો ફાયદો પહોંચાડશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે. ફરવા જવા માટે સમય સાનુકૂળ છે. વેપાર સંબંધિત કરારો લાંબા ગાળે લાભ આપશે.


મીન:
મીન રાશિના લોકોને આર્થિક મોરચે મોટી સફળતા પ્રાપ્ત થશે. સખત મહેનત અને ઇમાનદારીથી કરેલા કામમાં તમને ચોક્કસ સફળતા મળશે. વ્યવસાયિક બાબતોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ મામલા પક્ષમાં રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube