નવી દિલ્હીઃ જ્યોતિષમાં શુક્રને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના શુભ થવા પર માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો શુક્ર દેવ અશુભ થવા પર વ્યક્તિએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. શુક્ર દેવ 18 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે શુક્ર દેવ તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના રાશિ પરિવર્તનથી દરેક 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે. શુક્રના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિઓના સારા દિવસ શરૂ થશે અને માં લક્ષ્મીની વિશેષ કૃપા થશે. આવો જાણીએ શુક્ર રાશિના પરિવર્તનથી કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
તમને નોકરીમાં સફળતા મળવાનો યોગ બનશે.
માન-સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે.
વાહનની ખરીદી કરી શકો છો.
આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરશો.
લેતીદેતીમાં લાભ થશે.
માં લક્ષ્મીની કૃપા બની રહેશે. 


કર્ક રાશિ
નોકરી સંબંધી શુભ સમાચાર મળી શકે છે. 
આવકમાં વૃદ્ધિથી પૈસા સંબંધી પરેશાની દૂર થઈ શકે છે.
જીવનસાથીની સાથે સમય પસાર કરશો, જેનાથી વૈવાહિક જીવન સુખમય રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય સારો છે.
આ દરમિયાન રોકાણ કરવાથી લાભ થશે.
સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. 


કન્યા
રોકાયેલા કામ પૂરા થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.
યાત્રાથી લાભ થવાનો યોગ બનશે.
આવકમાં વધારો થઈ શકે છે.
તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે.
નોકરી અને વ્યાપાર માટે સમય શુભ છે. 


ધન રાશિ
શુભ પરિણામ મળશે.
આ દરમિયાન તમને નોકરીમાં પ્રગતિનો યોગ બનશે.
નવા કામની શરૂઆત કરી શકો છો.
વ્યાપારીઓને નફો થઈ શકે છે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે.
ધન-લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સમય શુભ રહી શકે છે. 


મકર
ધન લાભ થશે જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
નોકરી અને વ્યાપારમાં લાભનો યોગ બની રહ્યો છે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
કાર્યક્ષેત્રમાં બધા તમારા કામની પ્રશંસા કરશે.
પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતા અને જ્યોતિષ પર આધારિત છે. ઝી 24 કલાક માત્ર માહિતી આપી રહ્યું છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube