હાડ થીજવતી ઠંડીમાં કઈ રીતે સરહદની રક્ષા કરે છે સિયાચિનના શૂરવીરો? વાંચીની ભીની થઈ જશે આંખ
સિચાયિન ગ્લેશિયર પર દુનિયાનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે. ભારતીય સેનાના જવાન 16થી 22 હજાર ફૂટની ઉંચાઈ સુધી તહેનાત છે. અહીંયા તાપમાન માઈનસ 60 સુધી પહોંચી જાય છે. એવામાં તેમના યુનિફોર્મ, જૂતાં અને સ્લીપિંગ બેગ જ તેમનો જીવ બચાવે છે. ત્યારે તેની કિંમત શું હોય છે?... આવો જાણીએ.
નવી દિલ્લી: સિયાચિન ગ્લેશિયર એટલે દુનિયાનું સૌથી ઉંચું યુદ્ધક્ષેત્ર. આપણે 10 ડિગ્રી ઠંડી પડે તો પણ ઠુંઠવાઈ જઈએ છીએ. ઘરની બહાર નીકળવાનું પણ પસંદ કરતા નથી. ત્યારે તેનાથી પણ વધારે તાપમાન એટલે કે માઈનસ 60 ડિગ્રી તાપમાનમાં ભારતીય સેનાના 3000 જાંબાઝ જવાનો હંમેશા તહેનાત રહે છે. પાકિસ્તાન સિયાચિન પર હંમેશાથી પોતાનો દાવો કરતું આવ્યું છે. જોકે પાકિસ્તાનને જડબાતોજ જવાબ હંમેશા મળે છે. આ ત્રણ હજાર જવાનોની સુરક્ષા પણ અત્યંત જરૂરી છે. ત્યારે જ તે દેશની સરહદોની સુરક્ષા કરી શકશે. ભારત સરકાર સિયાચિન પર તહેનાત જવાનો પાછળ દૈનિક લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમાં સૈનિકોના યુનિફોર્મ, જૂતાં અને સ્લીપિંગ બેગ્સનો સમાવેશ થાય છે.
કેમ અહીંયા વિશેષ સુરક્ષાની જરૂર પડે છે:
ગયા વર્ષે સિયાચિન ગ્લેશિયર પર ભારતીય સેનાના જવાનોને પર્સનલ કિટ આપવામાં આવી હતી. તે કિટ તેમને વધારે પડતી ઠંડીથી બચવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી હતી. કેમ કે સામાન્ય રીતે અહીયા હવામાન એટલું ખરાબ રહે છેકે માત્ર ગન શોટ ફાયર કરવા કે મેટલની કંઈપણ વસ્તુને સ્પર્શ કરવાથી તેમની આંગળીઓ અકડાઈ જાય છે. એટલે કે ફ્રોસ્ટ બાઈટ પણ થઈ જાય છે. વધારે દિવસ રહેવાથી જોવા અને સાંભળવામાં મુશ્કેલી આવે છે. યાદશક્તિ નબળી થવા લાગે છે. આંગળીઓ ઓગળી જાય છે. અનેકવખત તો તેને કાપવાની નોબત આવે છે.
દોઢ લાખ રૂપિયાની પર્સનલ કિટ આપવામાં આવી:
સેનાએ સિયચિન ગ્લેશિયર પર રહેલા સૈનિકોને જે પર્સનલ કિટ આપી છે. તે લગભગ દોઢ લાખ રૂપિયાની છે. તેનાથી સૈનિક પોતાના સર્વાઈવલ માટે ઉપયોગ કરે છે. ટ્રાન્સપોર્ટના સમયે ઠંડીથી બચાવી શકાય છે. કેમ કે તહેનાતીના સમયે ત્યાં 170થી 180 કે તેનાથી વધારે ઝડપે પવન ફૂંકાય છે. જે બરફ સાથે ટકરાવાના કારણે વધારે ઠંડી બની જાય છે. આટલી ઝડપી અને કાતિલ ઠંડી હવા સામે સર્વાઈવલ બહુ મુશ્કેલ બની જાય છે. ગયા વર્ષે આ પર્સનલ કિટના વિતરણ પછી તત્કાલીન સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવણેએ સિયાચિનનો પ્રવાસ કર્યો હતો. તેમણે આ કિટ્સની તપાસ પણ કરી હતી.
પર્સનલ કિટમાં સૌથી મોંઘો છે યુનિફોર્મ:
સિયાચિન પર તહેનાત જવાનોની પર્સનલ કિટમાં સૌથી મોંઘો સામાન છે તેમની મલ્ટીલેયર્ડ એક્સ્ટ્રીમ વિન્ટર ક્લોધિંગ. તેની કિંમત 28,000 રૂપિયા છે. તેની સાથે જ સ્લીપિંગ બેગ્સ આપવામાં આવે છે. જેની કિંમત અલગથી 13,000 રૂપિયા છે. ડાઉન જેકેટ અને સ્પેશિયલ હાથના મોજાંની કિંમત લગભગ 14,000 રૂપિયા છે. જ્યારે મલ્ટીપર્પઝ જૂતાંની કિંમત લગભગ 12,500 રૂપિયા છે.
પર્સનલ કિટ્સમાં માત્ર કપડાં-જૂતાં જ હોતા નથી:
પર્સનલ કિટમાં માત્ર કપડાં કે જૂતાં હોતા નથી. તે ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર પણ હોય છે. જેની કિંમત લગભગ 50 હજાર રૂપિયા હોય છે. કેમ કે ત્યાં ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું થઈ જાય છે. એવામાં તેની જરૂર પડે છે. તે સિવાય હિમસ્ખલનમાં દબાયેલા સાથીઓને શોધવાના યંત્રની કિંમત લગભગ 8000 રૂપિયા હોય છે. સિયાચિન ગ્લેશિયર પર અવાર-નવાર એવલોન્ચ એટલે કે બરફના તોફાન આવતાં રહે છે.
સિયાચિનમાં પાકિસ્તાન નહીં, હવામાન છે સૌથી મોટું દુશ્મન:
ભારત અને પાકિસ્તાન બંને દેશોના જેટલાં સૈનિક અહીયા એકબીજા સામે લડીને શહીદ થયા નથી. તેના કરતાં વધારે સૈનિક અહીંયા ઓક્સિજનની અછત, બરફના તોફાન અને હિમસ્ખલનના કારણે શહીદ થયા છે. અહીંયા મોટાભાગના સમયે તાપમાન શૂન્યથી 50 ડિગ્રી નીચે તાપમાન રહે છે. એક અનુમાન પ્રમાણે ભારત અને પાકિસ્તાનના કુલ મળીને 2500 જવાનો અહીયા શહીદ થયા છે. 2012માં પાકિસ્તાનના ગયારી બેઝ કેમ્પમાં હિમસ્ખલનના કારણે 124 સૈનિક અને 11 નાગરિકોના મોત થયા હતા.
38 વર્ષોમાં 873 સૈનિકોએ ખરાબ હવામાનમાં ગુમાવ્યો જીવ:
સિયાચિનને 1984માં મિલિટરી બેસ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને 2015 સુધી 869 સૈનિક માત્ર ખરાબ હવામાનના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સિયાચિન દેશના તે વિસ્તારમાંથી એક છે જ્યાં સરળતાથી પહોંચી પણ શકાતું નથી. અને દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ મેદાનમાં જવું કંઈ રમત વાત નથી.