નવી દિલ્હીઃ સિયાચીન, વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આી છે. સોમવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં આ જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, સિયાચીનના બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધીનો વિસ્તાર પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગેની જાહેરાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, "લદ્દાખમાં પ્રવાસનની ઘણી જ સંભાવનાઓ છે. અહીં પરિવહનની સારી સુવિધાઓ મોટી સંખ્યામાં પ્રવાસીઓને ખેંચી લાવે એમ છે. સિયાચિન વિસ્તાર હવે પ્રવાસીઓ અને પ્રવાસન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સિયાચીન બેઝથી કુમાર પોસ્ટ સુધીનો સમગ્ર વિસ્તાર પ્રવાસનના હેતુ માટે ખુલ્લો મુકાયો છે."


આતંકવાદીઓ ઠાર, લોન્ચ પેડનો સફાયો, જાણો કેવી રીતે ભારતે પાકિસ્તાનને ભણાવ્યો બોધપાઠ


ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાનું નક્કી કર્યું છે. આગામી 31 ઓક્ટોબરના રોજ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવશે. લદ્દાખની સરહદ ચીન અને પાકિસ્તાન એમ બંને દેશને સ્પર્શે છે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ બે સમાચાર માટે અહીં કરો ક્લિક...