કર્ણાટકમાં કોંગ્રેસના મંત્રીનો દાવો, સિદ્ધરમૈયા ફરીથી બની શકે છે મુખ્યમંત્રી
કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુર્શી મુદ્દે એકવાર ફરીથી જંગ જોવા મળી શકે છે
બેંગ્લોર : કર્ણાટકમાં કૃષી મંત્રી શિવશંકર રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સિદ્ધરમૈયા ફરીથી મુખ્યમંત્રી બની શકે છે, જો કે ગઠબંધન સંયુક્ત કોંગ્રેસ અને જેડીએસ સમન્વય સમિતીની બેઠકમાં આ અંગે નિર્ણય કરે. સિદ્ધરમૈયા દ્વારા ફરીથી મુખ્યમંત્રી બનવા અંગે ટીપ્પણી કરવા અંગે કોગ્રેસ-જેડીએસ ગઠબંધન વચ્ચે બધુ યોગ્ય નહી ચાલી રહ્યું હોવાની અટકળો ફરી વેગ પકડવા લાગી હોવાનાં થોડા દિવસો બાદ જ રેડ્ડીએ આ જણાવ્યું. રાજ્યમાં સરકારના ભવિષ્ય અંગે પુછાયેલા એક સવાલ જવાબમાં રેડ્ડીએ કહ્યું કે, અમે બધાએ સિદ્ધરમૈયાના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી.
જો કે કોંગ્રેસ સત્તામાં આવવા અને તેના (સિદ્ધરમૈયાના) મુખ્યમંત્રી બનવાની સંભાવના હતી, પરંતુ બધા જાણે છે કે કેટલાક કારણો મુદ્દે અમે બહુમતી પ્રાપ્ત કરી શક્યા નથી. એટલા માટે તેમણે ફરીથી મુખ્યમંત્રી બનવાની તક ગુમાવી દીધી. તેમણે ચામરાજનગરમાં કહ્યું કે, માની લો કે બંન્ને પાર્ટીઓ (કોંગ્રેસ અને જેડીએસ) સમન્વય સમિતીની બેઠકમાં એખ સાથે બેસે છે અનેકોઇ પરિવર્તન કરે છે, ત્યારે પરિવર્તન થશે.
કોંગ્રેસ ધારાસભ્ય અને જેડીએસના પૂર્વ નેતા ચેલુવારયા સ્વામીએ પણ આ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે પણ સિદ્ધરમૈયાનું સમર્થન કર્યું છે અને પૂર્વ મુખ્યમંત્રીને અલગ-થલગ કરવાનાં પ્રયાસ કરનારા લોકોની આલોચના કરી. તેમણે કહ્યું કે, સિદ્ધરમૈયાને કોઇ પણ અલગ કરી શકે નહી. તેમની પાસે નેતૃત્વની ક્ષમતા છે. કદ્દાવર વ્યક્તિત્વ વાળા સિદ્ધારમૈયા ઇમાનદાર છે અને તેમણે ઘણા સારા કામ કર્યા છે. તેમણે કહ્યું કે જાતી આધારિત રાજનીતિના કારણે ચૂંટણીના પરિણામો પ્રતિકુલ રહ્યા પરંતુ સિદ્ધરમૈયાના પાંચ વર્ષના શાસનકાળે સમગ્ર દેશમાં સરાહના થઇ રહી છે.
ફરીથી મુખ્યમંત્રી બનવાથી સિદ્ધરમૈયાને પાર્ટીની અંદર અને બહાર અલગ કરવાના કથિત પ્રયાસો અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, સિદ્ધરમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસે 80 સીટો પ્રાપ્ત કરી. પાર્ટીમાં તેમના પર કોઇ જ સવાલ નથી ઉઠાવ્યો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે હાસન જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા સિદ્ધરમૈયાએ કથિત રીતે કહ્યું હતું કે જો લોકોને ઇચ્છા થઇ તો તેઓ ફરીથી મુખ્યમંત્રી બની જશે. બીજી તરફ સિદ્ધરમૈયાની ટીપ્પણી અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ કહ્યું કે, લોકશાહીમાં કોઇ પણ વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે.