બેંગ્લુરૂ : કર્ણાટકમાં બે કોંગ્રેસ ધારાસભ્યો રમેશ જારકીહોલી અને આનંદ સિંહે રાજીનામું આપ્યા બાદ સરકાર અપક્ષ ધારાસભ્યોનાં સમર્થનથી ચાલી રહી છે અને બહુમતમાં છે. જો આ બે ધારાસભ્યો પોતાની પાટલી બદલે તો કુમાર સ્વામી સામે રાજીનામુ આપ્યા સિવાય બીજો કોઇ જ વિકલ્પ બચશે. નહી તેમણે ફરજીયાત વિધાનસભા બરખાસ્ત કરવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે સ્વિકાર્યું હોટલ-મલ્ટીપ્લેક્સમાં સામાન્ય નાગરિકોને લુંટવામાં આવે છે
બીજી તરફ કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ મંગળવારે ધારાસભ્યોનાં રાજીનામા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, ભાજપ ધારાસભ્યોને પૈસા અને પાવર બંન્ને આપવાના વચનો આપી રહ્યું છે. ભાજપ કુમાર સ્વામી સરકારને તોડી પાડવા માંગે છે, પરંતુ તેઓ તેમાં સફળ નહી થાય. હાલ કર્ણાટક સરકાર માટે કોઇ ખતરો નથી. બંન્ને ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા નહીવત્ત છે. 


બ્રિજ પરથી ગાયબ થઇ રહી છે ગાડીઓ, VIDEO જોઇને મગજ બેર મારી જશે
પશ્ચિમ બંગાળના મદરેસાઓ આતંકવાદીઓની ભરતી માટેનું સૌથી મોટુ હબ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કર્ણાટકમાં રાજકીય સંકટ પેદા થયું છે. બે ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. જ્યારે હજી પણ ત્રણ ધારાસભ્યો રાજીનામું આપવાની તૈયારીમાંહોવાની વાતે જોર પકડ્યું છે. જો આ ત્રણ ધારાસભ્યો પણ રાજીનામાં આપે તો સમસ્યા પેદા થઇ શકે છે. તેવી સ્થિતીમાં આ પાંચ ધારાસભ્યો નિર્ણાયક એક પ્રકારે કિંગ મેકર બની જાય તેવી સ્થિતી પેદા થઇ છે. હાલ કોંગ્રેસ જેડીએસની સરકાર કર્ણાટકમાં ચાલી રહી છે. તેમાં પણ ઘણી અસ્થિરતાઓ સામે આવી છે.