સિદ્ધુને પાકિસ્તાન જવાની ફરી ચળ ઉપડી, વિદેશ મંત્રી અને મુખ્યમંત્રી પાસે માગી મંજુરી
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજરી આપવાના કારણે નવજોત સિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાઈ ગયા હતા. જેના કારણે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે, સિદ્ધુએ હવે પાકિસ્તાન જવા માટે રાજકીય મંજુરી લેવાની રહેશે.
અમૃતસરઃ ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સુદ્ધુને પાકિસ્તાન જવાની ફરીથી ચળ ઉપડી છે. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાજ્યના મુખ્યમંત્રી અમરિંદર સિંહને જુદો-જુદો પત્ર લખીને પાકિસ્તાન જવા માટે મંજુરી આપી છે. સિદ્ધુએ પાકિસ્તાન સરકાર દ્વારા આયોજિત કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં જવા માટે મંજુરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈમરાન ખાનના શપથવિધિ સમારોહમાં હાજરી આપવાના કારણે નવજોત સિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાઈ ગયા હતા. જેના કારણે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે, સિદ્ધુએ હવે પાકિસ્તાન જવા માટે રાજકીય મંજુરી લેવાની રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે 9 નવેમ્બરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઈમરાન ખાન દ્વારા મોકલવામાં આવેલા નિમંત્રણને સિદ્ધુ દ્વારા સ્વીકારવા અંગેના એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જેમને પાકિસ્તાન બોલાવા માગે છે, તેમણે રાજકીય મંજુરી લેવાની રહેશે.