બાળકોનો જો પીવડાવશો એનર્જી ડ્રિન્ક તો રડશો રાતા પાણીએ કારણ કે...
એનર્જી ડ્રિન્કમાં મોટા પ્રમાણમાં કેફીનની હાજરી જોવા મળે છે
લંડન : છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં એનર્જી ડ્રિન્ક પીવાનું ચલણ વધ્યું છે. જોકે એનું સેવન બાળકો માટે બહુ ખતરનાક છે. એનર્જી ડ્રિન્ક્સમાં ઊંચા પ્રમાણમાં કેફિન અને સુગર હોવાના કારણે તરુણોના આરોગ્ય પર ખરાબ અસરો પડતી હોવાની ચિંતાના પરિણામે ઈંગ્લેન્ડમાં બાળકોને એનર્જી ડ્રિન્ક્સ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવનાર છે. યુરોપના અન્ય દેશોની સરખામણીએ યુકેમાં બાળકો દ્વારા એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ અંદાજે 50 ટકા વધુ હોવાનું મનાય છે.
એનર્જી ડ્રિન્ક્સમાં બાળકોમાં માથા અને પેટના દુઃખાવા, હાયપર એક્ટિવિટી અને અનિદ્રાની સમસ્યા સહિત આરોગ્યના અનેક પ્રશ્નો સંકળાયેલા કેફિનના ઊંચા પ્રમાણના લીધે આ પ્રતિબંધ વાજબી ગણાવાઈ રહ્યો છે. સોફ્ટ ડ્રિન્ક્સની સરખામણીએ એનર્જી ડ્રિન્ક્સમાં ખાંડનું પ્રમાણ પણ ઘણું ઊંચુ રહે છે. સામાન્ય હળવાં પીણાં કરતાં એનર્જી ડ્રિન્ક્સમાં ખાંડનું પ્રમાણ 60થી 65 ટકા વધુ હોય છે.
વાંચો : ભૂખ લાગે તો ગુસ્સો કેમ આવે છે? જાણો
બાળકો અથવા યુવા વર્ગમા આહારમાં એનર્જી ડ્રિન્ક્સનું કોઈ પોષણમૂલ્ય હોવાના પુરાવા નથી. સૂચિત પ્રતિબંધ માત્ર ઈંગ્લેન્ડમાં લાગુ કરાશે. જોકે, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયલેન્ડ અનુસરણ કરી શકે છે. ગત માર્ચ મહિનામાં કેટલીક મુખ્ય સુપરમાર્કેટ ચેઈન્સ દ્વારા 16થી ઓછી વયના બાળકોને એનર્જી ડ્રિન્ક્સનું વેચાણ નહિ કરવાની જાહેરાત કરાઈ છે.