Sidharth Shukla Death: મોતના ફક્ત 6 દિવસ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કર્યું હતું આ નેક કામ, કહ્યું હતું- જીંદગી કેટલી સસ્તી થઇ ગઇ છે!
`બિગ બોસ 13` ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું અચાનક નિધન થઇ ગયું છે. 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહ્યું છે. ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના લીધે નિધન થયું છે.
નવી દિલ્હી: 'બિગ બોસ 13' ના વિજેતા રહેલા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું અચાનક નિધન થઇ ગયું છે. 40 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થે દુનિયાને અલવિદા કહ્યું છે. ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના લીધે નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ની ફેન ફોલોઇંગ હતી. હાલ તે પોતાના કેરિયરના પીક પર હતું. તેમણે ઘણા ટીવી શોઝ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવી સીરીયલ 'બાલિકા વધુ'થી સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) રાતો-રાત ઘરે-ઘરે જાણિતા બની ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લાએ મોતના 6 દિવસ પહેલાં માણસોની જીંદગીને લઇને વાત કરી હતી.
નેક કામ કરી ફેન્સને આપ્યો હતો સંદેશ
સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) એ મોતના ફક્ત 6 દિવસ પહેલાં જ એક નેક કામ કર્યું હતું. સિદ્ધાર્થ શુક્લાને એક વ્યક્તિએ 27 ઓગસ્ટના રોજ ટેગ કરીને જણાવ્યું હતું કે સિદ્ધાર્થ સ્ટ્રીટ ડોગ્સ માટે એક કેમ્પેનને સપોર્ટ કરી રહ્યા હતા અને જાનવરોના ભોજનની વ્યવસ્થા કરતા હતા. તે વ્યક્તિએ એક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સિદ્ધાર્થે આ વ્યક્તિને જવાબ આપ્યો હતો. સિદ્ધાર્થે જવાબમાં લખ્યું 'એક એવી દુનિયામાં જ્યાં માનવ જીવન આટલું સસ્તું થઇ ગયું છે... આ જોવું સુખદ છે. સ્ટ્રે ડોગ્સ માટે દયા ભાવ રાખો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube