નવી દિલ્હી: બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે મુંબઈમાં 40 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું (Bigg Boss 13 Winner Sidharth Shukla Death). સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઈની કૂપર હોસ્પિટલમાં (Cooper Hospital) લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત્યુ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કરેલી Last Insagram Post જોશો તો હચમચી જશો!

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પર શું કહ્યું પોલીસે?
સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પર મુંબઈ પોલીસે (Mumbai Police on Sidharth Shukla Death) કહ્યું છે કે તેનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ નક્કર માહિતી નથી. પોલીસે કહ્યું છે કે તે ટૂંક સમયમાં તેના પરિવાર અને નજીકના લોકોનું નિવેદન નોંધશે. પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ જ તેના મોતનું કારણ જાણી શકાશે.

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન, મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પર શું કહ્યું હોસ્પિટલે?
સિદ્ધાર્થ શુક્લાને (Sidharth Shukla) ગુરુવારે (2 સપ્ટેમ્બર) સવારે હૃદયરોગનો મોટો હુમલો આવ્યો, જે બાદ તેમને સવારે 11 વાગ્યે કૂપર હોસ્પિટલમાં (Cooper Hospital) લઈ જવામાં આવ્યા. કૂપર હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'તેને થોડા સમય પહેલા મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.' હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા, હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે, 'પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તેનું મૃત્યુ હાર્ટ એટેક (Sidharth Shukla Heart Attack)થી થયું છે. જો કે, જ્યાં સુધી અમે પોસ્ટમોર્ટમ પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી અમે તેના મૃત્યુના કારણની પુષ્ટિ કરી શકીશું નહીં.

Sidharth Shukla તેની માતાની ખૂબ નજીક હતો, એક્ટરના નિધનથી પરિવારમાં શોકનો માહોલ

બહેન-જીજાજી લઈને પહોંચ્યા હતા હોસ્પિટલ:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત રાત્રે લગભગ 9.30 વાગ્યે સિદ્ધાર્થ શુક્લાને તેની બહેન અને જીજાજી સાથે બેભાન અવસ્થામાં મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આજે સવારે સિદ્ધાર્થ શુક્લાના મોતની માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બપોરે કૂપર હોસ્પિટલમાં થઈ શકે છે.

Sidharth Shukla એ તોડી હતી SidNaaz ની જોડી, કપલે જીત્યું હતું લાખો લોકોનું દિલ

સિદ્ધાર્થ શુક્લાનું કરિયર:
12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ (Sidharth Shukla) પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેણે વર્ષ 2004માં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2008માં, તે 'બાબુલ કા આંગણ છુટે ના' નામની ટીવી સિરિયલમાં દેખાયો. તેને ટિવિ સિરિયલ બાલિકા વધુમાં શિવના પાત્રથી સાચી ઓળખ મળી. આ શોથી લોકપ્રિય થયા બાદ સિદ્ધાર્થ શુક્લાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. આ પછી, તે 'ખતરોં કે ખિલાડી', 'ઝલક દિખલાજા' અને બિગ બોસ જેવા શોના સિદ્ધાર્થ વિજેતા પણ રહ્યા. તેમણે સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પણ હોસ્ટ કર્યું હતું. સિદ્ધાર્થે ફિલ્મ Humpty Sharma Ki Dulhaniaથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.