નવી દિલ્હી: મંગળવારે મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના સિધી (Sidhi) જિલ્લામાં મુસાફરો  ભરેલી બસ બાણસાગર નહેરમાં ખાબકી અને અત્યાર સુધીમાં 50 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. બસમાં લગભગ 60 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે હજુ પણ રેસ્ક્યૂ વર્ક ચાલુ છે. બસ સિધીથી સતના જઈ રહી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ બસમાં અનેક વિદ્યાર્થીઓ સવાર હતા. જે આરઆરબી એનટીપીસીની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ હોવાના કારણે પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓને પહોંચવામાં મોડું થતું હતું એટલે ડ્રાઈવરે બીજા રસ્તે બસ હંકારી. આ દરમિયાન બસ બાણસાગર નહેરમાં ખાબકી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માતે (Sidhi Bus Accident) બસમાં મુસાફરી કરનારા મુસાફરોને લઈને એક નવી ચર્ચા છેડી છે. કહેવાય છે કે જે બસ અકસ્માતનો ભોગ બની તેમાં 32 લોકોની જગ્યાએ નિયમોને નેવે મૂકી 60 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. આવામાં મધ્ય પ્રદેશ પરિવહન વિભાગ સહિત અન્ય જવાબદારો પર સવાલ ઉઠે છે કે શું તેઓ બસનું ચેકિંગ કરતા નથી? શું બસોનો ફિટનેસ ટેસ્ટ નિયમિત રીતે લેવાય છે? જો થાય તો બસમાં મુસાફરોને ક્ષમતા કરતા વધુ કેમ બેસાડવામાં આવ્યા? શું બસ ચાલકોમાં સરકાર અને પરિવહન વિભાગનો ડર નથી? આ અકસ્માતને લઈને લોકોમાં અનેક સવાલ છે. જેનાથી શિવરાજ સરકાર ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. આવો જાણીએ આવા જ કેટલાક સવાલો વિશે...


1- પહેલો સવાલ એ છે કે મધ્ય પ્રદેશ સરકારે 32 સીટર બસોને વધુમાં વધુ 75 કિમીના રૂટની પરમિટ આપવાનો નિયમ બનાવેલો છે. સિધીમાં અકસ્માતનો ભોગ બનેલી બસની આ જ ક્ષમતા હતી. પરંતુ આમ છતાં આ બસ સિધીથી સતના વચ્ચે 138 કિમીની મુસાફરી કરી રહી હતી. નિયમ વિરુદ્ધ જઈને બસને આ પરમિટ કોણે આપી?


આઝાદ ભારતની પહેલી મહિલા...જેને થશે ફાંસી, પ્રેમી માટે થઈ પરિજનોના કુહાડીથી ગળા કાપ્યા હતા


2- બીજો સવાલ એ છે કે 32 સીટર બસમાં 60 લોકોને ઠાંસી ઠાંસીને બેસાડી દેવાયા. શું રસ્તામાં પરિવહન વિભાગના અધિકારીઓએ બસની તપાસ ન કરી? કે બસ માલિક તરફથી મહિનાનો ખર્ચો આપવાના કારણે પરિવહન વિભાગના અધિકારીઓએ તપાસ કરવાની તસદી જ ન લીધી? કારણ કે ઓવર લોડિંગ મળતા પરિવહન વિભાગના ઓફિસરો વિરુદ્ધ FIR નોંધીને કાર્યવાહીના આદેશ છે. આવામાં સવાલ એ ઉઠે છે કે ઓવર લોડિંગની અવગણના કોણે કરી?


Corona વિસ્ફોટ!, આ રાજ્યની કોલેજમાં એક સાથે 40 વિદ્યાર્થી અને અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના પોઝિટિવ


2015માં અપાયો હતો બસોની ફિટનેસ ટેસ્ટનો આદેશ
પન્નામાં 2015માં બસ અકસ્માત થયો હતો. ત્યારે રાજ્યના તત્કાલિન પરિવહન મંત્રી ભૂપેન્દ્ર સિંહે પરિવહન અધિકારીઓને બસોના ફિટનેસ ટેસ્ટનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન તેમણે રસ્તાઓ પર દોડતી બસોમાં નિર્ધારિત નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પરિવહન અધિકારીઓને સોંપી હતી. આમ ન થવા પર તેમના વિરુદ્ધ FIR નોંધવાના આદેશ છે. 


નિયમ બન્યા બાદ પરિવહન મંત્રી ગોવિંદ સિંહે શરૂઆતમાં ભોપાલમાં શાળાની બસોનું નિરીક્ષણ જરૂર કર્યું. પરંતુ ત્યારબાદ તેઓ પ્રદેશમાં ક્યારે અને કયા જિલ્લામાં નિરીક્ષણ કરવા ગયા તેની કોઈ જાણકારી નથી. સરકાર તરફથી દરેક અકસ્માત બાદ નિયમો બનતા ગયા અને પાલન થયું નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube