CCTV footage of Sidhu Moose Wala SUV: રવિવારે પંજાબના માનસા જિલ્લામાં જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કરીને હત્યા કરી નાખી. હત્યાના એક દિવસ અગાઉ જ પંજાબ સરકાર દ્વારા મૂસેવાલાની સુરક્ષા પાછી ખેંચાઈ હતી. પોલીસ આ મામલો અંગત અદાવતનો ગણાવી રહી છે. આ બધા વચ્ચે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે જેના દ્વારા મોટો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે સીસીટીવી ફૂટેજ મળ્યું છે તેમાં સિદ્ધુ મૂસેવાલાની એસયુવી એક રસ્તેથી જઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો હત્યાની ગણતરીની પળો પહેલાનો છે. વીડિયોમાં 2 કાર મૂસેવાલાની એસયુવીનો પીછો કરી રહી છે. વીડિયોમાં ત્યારબાદ એક સફેદ રંગની બોલેરો પણ જતી જોવા મળે છે. આ વીડિયોમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાય છે. અત્રે જણાવવાનું કે પોલીસના જણાવ્યાં મુજબ સિદ્ધુ મૂસેવાલા પર રવિવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે ફાયરિંગ થયું. પંજાબ ડીજીપી વી કે ભવરાના જણાવ્યાં મુજબ મૂસેવાલા તેના પાડોશી ગુરવિંદ સિંહ અને સંબંધી ગુરપ્રીત સિંહ સાથે સાંજે સાડા ચાર વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ગાડી તે પોતે જ ચલાવતો હતો. જ્યારે મૂસેવાલા માનસા જિલ્લાના જવાહરના ગામ પહોંચ્યો તો બે ગાડીઓએ તેની એસયુવી રોકી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું. 


પંજાબ ડીજીપીના જણાવ્યાં મુજબ સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા માટે પંજાબ પોલીસના ચાર કમાન્ડો તૈનાત હતા. દર વર્ષે ઓપરેશન બ્લ્યુ સ્ટારની વરસી અને આગામી મહિને ધલ્લુધારા સપ્તાહના કારણે સુરક્ષા ઓછી કરાય છે. જેને જોતા મૂસેવાલાની સુરક્ષામાં તૈનાત કમાન્ડોમાંથી બેને હટાવાયા હતા અને હાલ 2 કમાન્ડો સુરક્ષામાં તૈનાત હતા. 


જુઓ Video


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube