Moose wala shooters video: પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલેની હત્યામાં સામેલ શૂટર્સનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કારમાં બેસીને હથિયાર લહેરાવતાં જોવા મળી રહ્યા છે. શૂટર્સના મોબાઇલ ફોનમાંથી આ વીડિયો મળી આવ્યો છે. જેમાં આરોપી જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે. ગાડીમાં તમામ શૂટર્સ બિન્દાસ થઇને ગીતો વગાડી રહ્યા હતા અને હથિયાર સાથે મૂસેવાલની હત્યાની ઉજવણી કરી રહ્યા હતા. આ વીડિયો બતાવે છે કે હત્યારાઓને પોતાના પકડાઇ જવાનો જરા પણ ડર નથી અને તે ગંભીર ઘટનાને અંજામ આપીને જશ્ન મનાવતાં જોવા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાડીમાં હથિયાર લહેરાવતાં જોવા મળ્યા શૂટર્સ
આ વીડિયો શૂટર્સના મોબાઇલ ફોનમાંથી મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા, જોકે તે એકાઉન્ટ હવે ડિલીટ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે શૂટર્સ મૂસેવાલાની હત્યા બાદ ગાડીમાં ગીટો પર હથિયારો સાથે રીલ બનાવી રહ્યા છે. વીદિયોમાં ગાડી કપિલ ચલાવી રહ્યો છે, બાજુમાં વાદળી ટીશર્ટમાં પ્રિયવ્રત છે, પાછળ વચ્ચે અંકિત સૌથી નાનો શૂટ છે જેણે બંને હાથ વડે ફાયરિંગ કર્યું. આ ઉપરાંત પાછળ વાદળી ચેક શર્ટમાં સચિન ભિવાની અને સફેદ ટીશર્ટમાં દીપક છે. 

Service Charge: હોટલ-રેસ્ટોરેન્ટમાં ખાનારાઓ માટે કામના સમાચાર, આ ચાર્જમાંથી મળશે મુક્તિ


INDW vs SLW: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને બીજી મેચમાં 10 વિકેટથી હરાવ્યું, વનડે સીરીઝમાં 2-0 થી બઢત


પોલીસના અનુસાર સોનીપતના રહેવાસી અંકિત આ મોડ્યૂલનો સૌથી નાનો શૂટર્સ હતો અને તેણે મૂસાવાલા પર 6 ગોળીઓ ચલાવી અને આ ગોળીઓ તેણે બંને હાથ વડે ચલાવી હતી. આ ઉપરાંત અંકિતના મિત્ર સચિન ભિવાનીએ આ આરોપીઓને સંતાડવા માટે જગ્યા આપી હતી અને શૂટર્સની મદદ કરી હતી.  


આ શૂટર્સે લગભગ 35 લોકેશન બદલ્યા હતા આરોપીઓને ખબર હતી કે તેમની પાછળ મલ્ટી એજન્સી લાગેલી છે અને એટલા માટે તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યા હતા. આ આરોપીઓને સંતાડવા માટે ફતેહાબાદ, પિલાની, બિલાસપુર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કચ્છમાં ઠેકાણા શોધ્યા હતા. ક્યારેય આ આરોપી એક લોકશન પર 24 કલાકથી વધુ રોકાયા નહી અને સતત ટ્રાવેલ કરતા રહ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube