સિદ્ધુ મૂસેવાલાના પિતાનો ભાવુક કરી દેતો વીડિયો, પાઘડી ઉતારી માંગ્યો ન્યાય
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. મૂસેવાલાના પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે.
ચંદીગઢઃ પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની અચાનક હત્યા બાદ તેના પરિવાર સહિત ફેન્સ હજુ પણ સ્તબ્ધ છે. તો યુવાન દિકરાના મોતે માતા-પિતાને હચમચાવી દીધા છે. આજે મૂસેવાલાના અંતિમ સંસ્કારમાં હજારો લોકો સામેલ થયા હતા. હવે તેમના પિતાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે જે જોઈને તમારી આંખમાં પણ પાણી આવી જશે. પિતા બલકૌર સિંહે પોતાની પાઘડી ઉતારી દુખ વ્યક્ત કર્યુ અને ન્યાયની માંગ કરી છે.
હજારો લોકોની સામે આ રીતે પાઘડી ઉતારી પુત્રને અંતિમ વિદાય આપતા એક પિતાને જોવા લોકો માટે પણ સરળ નહોતો. મહત્વનું છે કે યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમના પૈતૃક ગામમાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube