નવી દિલ્હીઃ પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાથે દેશ સ્તબ્ધ થઈ ગયો છે. તેના ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે મૂસેવાલા ખુદ પોતાની કાર ચલાવી રહ્યો હતો. તેની હત્યાના થોડા સમય બાદ ગેંગસ્ટર ગોલ્ડી બરારે આ હત્યાની જવાબદારી લીધી છે. તો આ હત્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મર્ડર બદલા માટે કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લારેન્સ બિશ્નોઈના નિશાના પર હતો મૂસેવાલા
સિદ્ધુ મૂસેવાલા પંજાબના ટોપ મોસ્ટ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના નિશાને હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે લાંબા સમયથી સિદ્ધુ મૂસેવાલા ગેંગસ્ટર લારેન્સ બિશ્નોઈના નિશાના પર હતો. તેથી તક મળતા તેની હત્યા કરાવી દીધી. સૂત્રો પ્રમાણે સિદ્ધુ મૂસેવાલા આ દિવસોમાં બિશ્નોઈ ગેંગના વિરોધી ગ્રુપનું સમર્થન કરી રહ્યો હતો. 


સોશિયલ મીડિયા પર લીધી જવાબદારી
આ વચ્ચે જ્યાં હત્યા બાદ અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેનેડા બેસ્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. ગોલ્ડીએ ફેસબુક પર હત્યાની જવાબદારી લેતા પોસ્ટ લખી છે.


સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા કેમ હટી? ભાજપે આપ પર લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ


સૂત્રોએ કહ્યું કે 8 ઓગસ્ટ 2021ના મોહાલીમાં Vicky Middukhera ની હત્યા થઈ હતી, વિક્કી પંજાબના ગેંગસ્ટર લારેન્સ બિશ્નોઈનો નજીકનો હતો. હત્યાકાંગમાં સિદ્ધુ મૂસેવાલાના મેનેજર શગન પ્રીત સિંહનું નામ સામે આવ્યુ હતું. પોલીસ મેનેજર સુધી પહોંચે તે પહેલાં ભાગીને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો હતો. પંજાબ પોલીસે મૂસેવાલાના મેનેજર વિરુદ્ધ LOC પણ જાહેર કર્યુ હતું. સૂત્રોએ કહ્યુ કે તેની હત્યાનો બદલો લેવા ગેંગ સિદ્ધુ પર હુમલાની ફિરાકમાં હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube