ચંદીગઢઃ કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે પંજાબમાં સરકાર ચલાવવાની જવાબદારી એક દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને સોંપી હતી. પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટીએ આ નિર્ણય કર્યો હતો. ત્યારબાદ લાગ્યું કે પાર્ટીમાં બધુ બરાબર થઈ જશે. પરંતુ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના તેવર આજે પણ એવા છે, જેવા કેપ્ટન વિરુદ્ધ હતા. સિદ્ધુ નામ લીધા વગર ચન્ની પર નિશાન સાધવાની એકપણ તક ગુમાવતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના રાજકીય વર્તુળોમાં તે વાતની ચર્ચા છે કે આ લડાઈ આગામી વર્ષે પંજાબમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સીએમ પદના ચહેરાને લઈને થઈ રહી છે. કોંગ્રેસને પંજાબમાં કેપ્ટન બાદ એક લોકપ્રિય ચહેરાની જરૂર તો છે સાથે દલિતોની મોટી વોટ બેન્ક પર પણ પાર્ટીની નજર છે. 


આ વચ્ચે ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે, કોંગ્રેસ પંજાબમાં કોઈને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે નહીં અને સામૂહિક નેતૃત્વમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેનો સ્પષ્ટ અર્થ છે કે પાર્ટીને સિદ્ધુ અને ચન્ની વચ્ચે ચાલી રહેલી લડાઈનો ડર છે. તેથી પાર્ટી ચૂંટણી સુધી બંને નેતાઓને સાથે રાખવા ઈચ્છે છે. 


દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 391 થયા, મહારાષ્ટ્રમાં આંકડો 100ને પાર


સિદ્ધુએ પાર્ટીની અંદર પોતાના વિરોધીઓ પર પરોક્ષ હુમલા કરતા રવિવારે નામ લીધા વગર કહ્યુ કે, તેમણે પહેલા બે પૂર્વ મુખ્યમંત્રીઓના ષડયંત્રનો સામનો કર્યો અને હવે એક અન્ય તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સિદ્ધુએ પોતાના સમર્થકોની નારેબાજી વચ્ચે કહ્યુ- ઘણા એવા છે જે મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. ભૂતકાળમાં બે મુખ્યમંત્રીઓએ મને ખતમ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે સત્તા ગુમાવી દીધી. હવે બીજો તે કરી રહ્યો છે. પરંતુ તે પણ ગાયબ થઈ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube