તમારા સાથીનું કોઈ બીજા સાથે અફેર હોય, તેની જાણ કેવી રીતે થાય? આ છે લક્ષ્ણો
લગ્નેત્તર સંબંધોના કેસ હાલ બહુ જોવા મળે છે જેને લઈને લગ્નજીવનની દુર્ગતિ થાય છે. પરંતુ જ્યારે જ્યારે લગ્નેત્તર કે અવૈધ સંબંધોની વાત થાય છે ત્યારે એ ચર્ચા જરૂર ઉઠે છે કે આવા સંબંધોમાં રહેતા લોકોની ઓળખ કેવી રીતે કરવી. એવા કયા સંકેત છે જે તમને જણાવે કે જે તે વ્યક્તિનો કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે.
લગ્નેત્તર સંબંધોના કેસ હાલ બહુ જોવા મળે છે જેને લઈને લગ્નજીવનની દુર્ગતિ થાય છે. પરંતુ જ્યારે જ્યારે લગ્નેત્તર કે અવૈધ સંબંધોની વાત થાય છે ત્યારે એ ચર્ચા જરૂર ઉઠે છે કે આવા સંબંધોમાં રહેતા લોકોની ઓળખ કેવી રીતે કરવી. એવા કયા સંકેત છે જે તમને જણાવે કે જે તે વ્યક્તિનો કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે...
મોબાઈલ ફોન
આવા સંબંધોની સૌથી પહેલી ઓળખ આપે છે મોબાઈલ ફોન. મોબાઈલ આજકાલ દરેકની જરૂરિયાત બની ગયેલા છે. આથી આ એક એવી વસ્તુ છે જે કોઈનું પણ રહસ્ય છતુ કરી દે. આ જ કારણ છે કે લગ્નેત્તર સંબંધ ધરાવતો વ્યક્તિ સૌથી પહેલા પોતાના ફોનનો પાસવર્ડ બદલી નાખે છે. જેથી કરીને તેનો ફોન કોઈ અનલોક કરી શકે નહીં.
એટલું જ નહીં કોઈ પૂછે તો પણ તે પોતાનો પાસવર્ડ કોઈની પણ સાથે શેર કરતો નથી. આવા લોકો એટલા બધા સતર્ક હોય છે કે પોતાના ફોનને ક્યારેય એકલો મૂકતા નથી. બાથરૂમમાં પણ લઈ જાય છે. અનેકવાર ઘરની બહાર જઈને કલાકો સુધી ફોન પર વાત કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube