આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
રાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.
ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમાં 31 વિધાનસભા સીટ પર ચૂંટણી લડી હતી પરંતુ અહીં એક પણ સીટ જીતી શક્યા નહીં જે પાર્ટી માટે મોટા ઝટકા સમાન છે. રાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.
સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફક્ત 5.18 ટકા મત જ મળ્યા. જ્યારે એસકેએમને 58.38 ટકા મત મળ્યા. જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટને 27.37 ટકા મત મળ્યા. સિક્કિમ ભાજપ અધ્યક્ષ દિલી રામ થાપા અપર બુર્તુક વિધાનસભા વિસ્તારમાં એસકેએમ ઉમેદવાર કાલા રાય સામે હારી ગયા. હાલા વિધાયક અને પૂર્વ મંત્રી થાપા 2968 મતથી હાર્યા. રાયને 6723 મત મળ્યા જ્યારે થાપાને 3755 મત મળ્યા.
સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના કે ડી બી થાપાને 1623 મત મળ્યા જ્યારે બી કે તમાંગ (સીએપી-એ)ને 581 મત મળ્યા. ભાજપે લાચેન મંગન સીટને બાદ કરતા 31 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડી હતી અને મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ. ભાજપે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગના નેતૃત્વવાળા સિક્કિમ ક્રાંતિકારી મોરચા સાથે પોતાનું ગઠબંધન તોડ્યા બાદ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે સીટ ફાળવણીની વાતચીત સન્માનજનક સીટની તેની માંગણી પૂરી કરવામાં એસકેએમની અનિચ્છાને કારણએ તૂટ્યા બાદ એકલા જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.
ગત ચૂંટણીમાં સિક્કિમ વિધાનસભામાં ભાજપના 12 ધારાસભ્યો હતા. જેમાંથી 10 વિપક્ષી સિક્કિમ ડેમોક્રેટિક ફંટના બળવાખોરો હતા. જ્યારે અન્ય બેએ એસકેએમ સાથે ગઠબંધનમાં ઓક્ટોબર 2019માં થયેલી વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી. એમાં પણ પાછા આ 12 ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જેમાંથી 3 તો એસકેએમમાં જોડાઈ ગયા અને એસકેએમની ટિકિટ પર ચૂંટણી લડ્યા. બાકીના સાત ભાજપ વિધાયકોમાંથી ફક્ત બેને વિધાનસભા ચૂંટણી લડવાની ટિકિટ મળી હતી.
અત્રે જણાવવાનું કે સિસ્કિમમાં 2019ની વિધાનસભા ચૂંટણી સુધી ભાજપનો ચૂંટણી ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ કહી શકાય. ભાજપે 1994માં સિક્કિમમાં ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેણે 3 સીટ પર ચૂંટણી લડી હતી અને ત્રણેય સીટો પર ડિપોઝિટ જપ્ત થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube