Flash Flood in Sikkim: ફરી એકવાર ભારતીય સેનાને લઈને આવ્યાં છે માઠા સમાચાર. સેના પર આવી પડી છે મોટી આફત. સિક્કિમમાં અચાનક આવેલાં પૂરને કારણે ભારે તકલીફો ઉભી થઈ છે. વિનાશક પૂરે સિક્કિમમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આવી સ્થિતિની વચ્ચે ફરજ બજાવી રહેલાં ભારતીય સેનાના જાંબાંઝ જવાનોની સ્થિતિ પણ કફોડી બની છે. સિક્કિમમાં અચાનક આવેલાં પૂરને કારણે સ્થિતિ વિકટ બની છે અને આ આ પૂરમાં ભારતીય સેનાના 23 જવાનો લાપતા થયા છે. ઘટનાને પગલે હાલ તુરંત જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. લાપતા સેનાના જવાનોની શોધખોળ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ખીણમાં તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. નદીમાં અચાનક પૂર આવતા આસપાસના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. ચારેય તરફ પૂરનું પાણી ફરી વળ્યું છે. આ વિનાશક પૂરના કારણે ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટ્રિએ તૈનાત સૈન્ય જવાનો અને ખાસ કરીને ઘાટીમાં કેટલાક સૈન્ય મથકો પ્રભાવિત થયા છે. 


ઉલ્લેખનીય છેકે, આકાશમાં અચાનક વાદળ ફાટવાની ઘટના અને ત્યાર બાદ ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ વધી ગયું છે. આવી સ્થિતિમાં ચારેય કોર પાણી પાણી થઈ ગયું છે. જેના લીધે હાલ સિક્કિમના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છેકે, સિંગતમ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા સેનાના વાહનો પૂરની ઝપેટમાં આવી ગયા છે. જેને પગલે અહીં તૈનાત અને છાવણીમાં હાજર ભારતીય સેનાના 23 જવાન લાપતા થયા છે. ઘટનાની જાણ થતાં જ તુરંત જ તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય કેટલાક વાહનો કાદવમાં ડૂબી જવાના પણ સમાચાર છે.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી જારી કરી છે-
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે મંગન જિલ્લાના ઉત્તર ભાગમાં વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. દરેકને જાગ્રત રહેવાની અને બેસિન નદી સાથેની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. DAC, નામચીએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે આદર્શગાંવ, સમરદુંગ, મેલ્લી અને અન્ય સંવેદનશીલ સ્થળોના તમામ રહેવાસીઓને ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. સામાન્ય જનતાને અફવાઓ ફેલાવવાનું ટાળવા અને ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં અચાનક આવેલી આફતને કારણે સોરેંગમાં નર બહાદુર ભંડારી જયંતિની ચાલી રહેલી ઉજવણી રદ કરવામાં આવી છે.


સંરક્ષણ પીઆરઓએ જણાવી સાચી હકીકત-
સિક્કિમમાં પૂરની પરિસ્થિતિ વિશે માહિતી આપતા સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ વધી ગયું હતું. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. ખીણમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે અને વિગતોની પુષ્ટિ કરવાના પ્રયાસો ચાલુ છે. 23 કર્મચારીઓ ગુમ થયાના અહેવાલ છે અને કેટલાક વાહનો કાદવમાં ડૂબી ગયા હોવાના અહેવાલ છે.