સિલિગુડી: પશ્વિમ બંગાળ (West Bengal)ના સિલિગુડીમાં લાખો રૂપિયાની વિદેશી નોટો મળ્યા બાદ હવે કરોડો રૂપિયાના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. સોમવારે (11 નવેમ્બર)ના રોજ રાત્રે સિલિગુડી DRI રીજનલ ઓફિસના અધિકારીઓને સિલિગુડી દાર્જિંલિંગ વળાંક પર શંકાના આધારે વેગનઆર ગાડીને અટકાવી હતી. ગાડીમાં બે વ્યક્તિઓ હતા જે ખૂબ સંદેહજનક જોવા મળી હતી. બંનેના નામ આમિર ખાન અને મોહમંદ ફિરોજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે પૂછપરછ બાદ જ્યારે ગાડીની તલાશી લેવામાં આવી તો ગાડીની પાઇપમાં 101 સોનાના બિસ્કીટ તથા 9 તાર એક કપડાંમાં વિંટેલા હતા. મળતી માહિતી અનુસાર સોનાનું વજન 25 કિલો 766 ગ્રામ છે. બજારમાં તેની કિંમત સવા 10 કરોડની આસપાસ હોવાનું જણાવવામાં આવ્યું છે. 


બીજી તરફ કડક પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે સોનું ઇંડો મ્યાંમારથી લઇને આવી રહ્યા છે. તેમને તેની ડિલીવરી સિલીગુડીમાં એક વ્યક્તિને આપવાની હતી. બંને આરોપીઓને મંગળવારે સિલીગુડી CJM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેની જામીન અરજીને નકારી કાઢતાં તેમને કસ્ટડીમાં મોકલી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube