સંગરૂર પેટાચૂંટણીમાં આપને લાગ્યો ઝટકો, અકાલી દળના સિમરનજીત સિંહની મોટી જીત
મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામાથી સંગરૂર સીટ પર શિરોમણિ અકાલી દળ (અમૃતસર) ના ઉમેદવાર સિમરનજીત સિંહ માને જીત મેળવી લીધી છે. આ હાર આમ આદમી પાર્ટી અને ભગવંત માન માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.
સંગરૂરઃ Sangrur Election Result: પંજાબ વિધાનસભા ચૂંટણી બાદ સંગરૂર લોકસભા સીટ પર થઈ રહેલી ચૂંટણીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામાથી ખાલી સંગરૂર સીટ પર શિરોમણિ અકાલી દળ (અમૃતસર) ના ઉમેદવાર સિમરનજીત સિંહ માને જીત હાસિલ કરી લીધી છે. તેમણે આપ ઉમેદવાર ગુરમૈલ સિંહને 7 હજાર મતના અંતરથી પરાજય આપ્યો છે. આ ચૂંટણીને આમ આદમી પાર્ટી સરકારના કામકાજ પર જનમત સંગ્રહ તરીકે જોવામાં આવી રહી હતી. ખાસ કરીને કાયદો-વ્યવસ્થાના મામલે આમ આદમી પાર્ટી સવાલોના ઘેરામાં રહી છે. સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ માન સરકાર બેકફુટ પર છે.
સંગરૂર લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીની હારથી માનવામાં આવી રહ્યું છે કે કાયદો વ્યવસ્થાના મુદ્દા પર લોકોની સરકારથી નારાજગી જોવા મળી છે. સંગરૂર લોકસભા સીટથી ભગવંત માન બે વખત જીત્યા હતા, તેવામાં આ હાર મોટો સંકેત છે. મહત્વનું છે કે શિરોમણિ અકાલી દળ (અમૃતસર) પૂર્વમાં સત્તામાં રહેલી અકાલી દળથી અલગ થઈને પાર્ટી બનાવી છે. શિરોમણિ અકાલી દળ અમૃતસરના મુખિયા પણ સિમરનજીત સિંહ માન છે.
આ પણ વાંચોઃ આઝમ ખાનના ગઢ રામપુરમાં ભાજપનો ભગવો, ઘનશ્યામ લોધી 42 હજાર મતથી જીત્યા
પહેલા પણ સંગરૂરથી સાંસદ રહ્યાં છે સિમરનજીત
પૂર્વ આઈપીએસ અધિકારી સિમરનજીત સિંહ માન 1999માં પણ સંગરૂર સીટથી લોકસભા ચૂંટણી જીતી ચુક્યા છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યાને મુદ્દો બનાવ્યો અને આપ વિરુદ્ધ આક્રમક પ્રચાર કર્યો હતો. તો આમ આદમી પાર્ટી તરફથી સીએમ ભગવંત માને પ્રચારની કમાન સંભાળી હતી. આપના સંયોજક કેજરીવાલે પણ અહીં રોડ શો કર્યો હતો. આ સિવાય આપના તમામ મંત્રી અને ધારાસભ્યો પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ પરિણામ આપના પક્ષમાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ Delhi Bypoll Results: રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર આપની લહેર, દુર્ગેશ પાઠકની જીત
આપ નેતાએ કહ્યું- જમીન પર કોઈ ફેરફાર જોવા મળ્યો નથી
આ સીટ પર માત્ર 45 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે અહીં અપસેટ સર્જાય શકે છે. આમ આદમી પાર્ટીના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યુ કે, માત્ર 45 ટકા મતદાન તે વાતનો સંકેટ છે કે સરકારમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. અમે પરિવર્તન માટે મત આપ્યો હતો, પરંતુ તે દેખાઈ રહ્યું નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube