નવી દિલ્હી : યમુના એક્સપ્રેસ વે અંગે ભીષણ દુર્ઘટનામાં પ્રખ્યાત સિંગર શિવાની ભાટિયાનું મોત નિપજ્યું છે. બીજી તરફ કાર ચલાવી રહેલ તેના પતિ નિખિલ ભાટિયા ગંભીર રીતે ઘાયલ છે. શિવાની આગરામાં શો કરવા માટે જઇ રહી હતી. મથુરાનાં સુરીર ક્ષેત્રમાં અજાણ્યા વાહનની અડફેડે તેમની કારનાં ચિથડા ઉડી ગયા હતા. દુર્ઘટનામાં તેના પતિ નિખિલ ભાટિયા ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને દિલ્હી હોસ્પિટલ રેફર કરી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટના મથુરાનાં સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે થઇ. મળતી માહિતી અનુસાર શિવાની ભાટિયા પોતાનાં પતિ નિતિન ભાટીયા સાથે કારથી આગરા જઇ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલનું વધાર એક વચન: સરકાર આવશે તો મહિલા અનામત વિધેયક પસાર કરાવશે
સુરેર નજીક તેમની કારને અજાણ્યા વાહને ટક્કર મારી દીધી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનાં ચીથડા ઉડી ગયા હતા. માહિતીના આધારે એક્સપ્રેસ વેનાં કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ પહોંચી ગયા. ઘાયલોને કારથી બહાર કાઢીને ઝડપથી સારવાર માટે ખસેડવામાં આવ્યા. ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. સારવાર દરમિયાન શિવાની ભાટિયાએ છેલ્લા શ્વાસ લીધા હતા. 


ડિમોલેશન દરમિયાન નીરવ મોદીના બંગ્લામાંથી મળી આવ્યો ખજાનો, કામગીરી અટકાવાઇ

બીજી તરફ તેનાં પતિ નીતિન ભાટિયાની ગંભીર પરિસ્થિતી જોતા દિલ્હી રેફર કરી દેવામાં આવ્યો. માહિતી પહોંચ્યા બાદ રિવારનાં લોકોએ પોસ્ટમોર્ટમ વગર જ શિવાનીનું શબ દિલ્હી લઇ ગયા છે. મહુવા ટીવી પર પ્રસારિત થનારા સુરોનો મહાસંગ્રામના ઉપવિજેતા રહી ચુકેલા સીતામઢી બિહાર નિવાસી શિવાની ભાટિયા દિલ્હી એનસીઆરની એક પ્રોફેશનલ સિંગર બની ચુકી હતી. તેના ગીત વધારે સુરીલા અવાજનો જાદુ લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો. તેમના દ્વારા ગવાયેલા ગીત અને આલ્બમ ખુબ જ પોપ્યુલર છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક પ્રોગ્રામ કરવા માટે પ્રખ્યાત સિંગર શિવાની ભાટિયા પોતાનાં પતિ નિખિલ ભાટિયા સાથે સોમવારે પોતાની આઇટેન કાર DL-3-CCC-4461માં નોએડાથી આગરા તરફ આવી રહી હતી. 


રાહુલની લઘુત્તમ આવક ગેરેન્ટી યોજના ઇંદિરાની જેમ ગરીબી હટાવશે કે ગરીબોને? માયાવતી

થાના સુરીર ક્ષેત્રમાં માઇલ સ્ટોન 88 નજીક અજાણ્યા વાહન સાથે ટકરાઇ જવાનાં કારણે ગારના ચીથડા ઉડી ગયા હતા. કારમાં રહેલ ભાટિયા દંપત્તીગંભીર રીતે ઘાયલ થઇ ગયા. દુર્ઘટનાની માહિતી ટોલ ચોકી પ્રભારી શિવવીર સિંહ સહિત પોલીસ અને એક્સપ્રેસ હાઇવેના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. 


CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર

ગંભીર સ્થિતી જોતા ઘાયલ શિવાની અને નિખિલ બાટિયાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે શિવાની ભાટિયા (24)નું મોત નિપજ્યું હતું. દુર્ઘટનામાં મોતની માહિતી બાદ મંગળવારે સવારે પોલીસ સ્ટેશન સુરીરથી ઉપનિરીક્ષક ધર્મેન્દ્ર સિંહે હોસ્પિટલ જઇને શબનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે પંચનામાની કાર્યવાહી કરી.