નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની સીમા સિંધુ બોર્ડર (Singhu Border) પર થયેલી દલિત યુવક લખબીર સિંહની હત્યાના આરોપી સરબજીતને આજે (શનિવારે) સોનીપત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપીને લઇને કોર્ટ પહોંચી. કોર્ટએ સરબજીતને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. નિહંગ સિખ સરબજીતએ કુંડળી પોલીસ સ્ટેશન સામે સરેંડર કરીને હત્યાનો સ્વિકાર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18થી વધુ દલિત સંગઠનોએ કર્યો વિરોધ
સિંધુ બોર્ડર પર જે પ્રકારે દલિત યુવક લખબીર સિંહની નિર્દયતાથી હત્યા (Lakhbir Singh Murder) કરવામાં આવી તેને લઇને હવે વિરોધ પ્રદર્શન તેજ બનતું જાય છે. દેશના 18થી વધુ દલિત સંગઠન આજે (શનિવારે) આ મામલે કડક કાર્યવાહીની માંગને લઇને રાષ્ટ્રીય અનુસૂચિઅ જાતિ આયોગ (National Scheduled Cast Commission) ની ઓફિસ પહોંચ્યા અને જ્ઞાપન સોંપી.  

Modi સરકાર રાત્રે 11:30 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખશે WhatsApp? જાણો શું છે હકિકત


દલિત સંગઠનોએ વ્યક્ત કરી નારાજગી
દલિત સંગઠનોએ સિંધુ બોર્ડર પર દલિત યુવકની હત્યાને લઇને રાષ્ટ્રીય અનુસૂચિત પંચના ચેરમેન વિજય સાંપલા સાથે મુલાકાત કરી. જે પ્રકારે સિંધુ બોર્ડર પર એક દલિત યુવકની બર્બરતાથી હત્યા કરવામાં આવી તેને લઇને દલિત સંગઠનોમાં નારાજગી છે. 


સિંધુ બોર્ડર પર સીઆઇડીનો રિપોર્ટ
આ ઉપરાંત સિંધુ બોર્ડર હત્યાકાંડ મામલે સીઆઇડી (CID) એ હરિયાણા સરકારને રિપોર્ટ સોંપ્યો. સિંધુ બોર્ડર પર પ્રદર્શન માટે અત્યારે પણ લગભગ 225 નિહંગ સિખ હાજર છે. તેમની પાસે પારંપારિક હથિયાર છે. નિહંગ સિખ સ્ટેજ સિંધુ બોર્ડરના ઘરણાસ્થળ પર મુખ્ય સ્ટેજ પર હાજર રહ્યા હતા.  

LPG ના ભાવમાં ડબલ વધારો! 2657 રૂપિયામાં મળી રહ્યો છે એક સિલિન્ડર, દૂધનો ભાવ છે 1195 રૂ Kg


જાણી લો લખબીર સિંહના લાશને તેમના પરિજન પંજાબની ચીમા ગામ લઇને આવ્યા છે. ત્રણ ડોક્ટરોએ બોર્ડે લખબીર સિંહનું પોસ્ટમોર્ટમ કર્યું. પોલીસ સિક્યોરિટી સાથે મૃતક લખબીર સિંહની લાશને તેમના ગામ મોકલવામાં આવી છે.  


સિંધુ બોર્ડર પર શુક્રવારે બે દલિત યુવક લખબીર સિંહની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેને કિસાન આંદોલન મંચ પાસે મારવામાં આવ્યો હતો. તેનો એક હાથ કાપીને શરીરથી અલગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેનો એક પગ પણ કાપવામાં આવ્યો. ત્યારબાદ લખબીર સિંહને ઉંધો લટકાવી દેવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube