ચંડીગઢઃ ચંડીગઢની ચિતકારા યુનિવર્સિટીના વિદ્યાર્તી પ્રણવ ગોયલે બટાટામાં રહેલા સ્ટાર્ચનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક જેવી એક વસ્તુ બનાવી છે. આ પ્લાસ્ટિકની જેમ જ એકદમ પારદર્શક છે. તે જોવામાં અને સ્પર્શ કરવામાં બિલકૂલ પ્લાસ્ટિક જેવું છે. તેને સરળતાથી મોલ્ડ પણ કરી શકાય છે. પ્રણવે બટાટામાંથી મળતા સ્ટાર્ચમાંથી થર્મોપ્લાસ્ટિક બનાવ્યું છે, જે વર્તમાનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક જેવું જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રણવે જણાવ્યું કે,"તેની મદદથી આપણે બોટલ, કેરીબેગ જેવી પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવી શકીએ છીએ. મેં જે પ્રોડક્ટ બનાવી છે તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં પહોંચે. આ પર્યાવરણમાં સંપૂર્ણ પણે ડિગ્રેડેબલ છે. જો મારી પ્રોડક્ટનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણને થતા મોટા નુકસાનથી બચી શકાય છે."


અહો વૈચિત્ર્યમ ! કર્ણાટકમાં ચોરી રોકવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત પહેરાવ્યા ખોખા ...!!!


ઉલ્લેખનીય છે કે, ભારતમાં બટાટાનું મોટાપાયે ઉત્પાદન થાય છે, પરંતુ યોગ્ય જાળવણી ન થવાના કારણે ઘણો માલ ફેંકી દેવો પડે છે. જો ડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવા માટે આ ફેંકી દેવાતા બટાટાના સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે એમ છે. પ્રણવના ટીમની સભ્ય સલોનીએ ઝી મીડિયાને જણાવ્યું કે, અમેરી પ્રોડક્ટ પોલિએથલીન અને પોલીપ્રોપલીનની પ્રોપર્ટીઝ જેવું જ છે. અમે જે બનાવ્યું છે, તે થર્મોપ્લાસ્ટિક છે. બટાટામાં 18 ટકા સ્ટાર્ચ હોય છે. 


મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીઃ ફિલ્મ હસ્તીઓ સાથે પીએમની મુલાકાત


ચિત્કારા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર આંત્રપ્રેન્યોર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ મેન્ટર આભા શર્માએ જણાવ્યું કે, યંગ સ્ટૂડન્ટ્સને સ્ટાર્ટ અપ માટે પ્લેટફોર્મ મળે તેના પર અમે ધ્યાન આપીએ છીએ. અમે આ પ્રોડક્ટને જાન્યુઆરી, 2020 સુધી માર્કેટમાં સપ્લાય માટે તૈયાર કરી દઈશું. અમને પ્રોડક્ટની સપ્લાય માટે ઘણા ઓર્ડર મળી ચૂક્યા છે. ખાણી-પીણીનો બિઝનેસ કરતી ઈન્ડસ્ટ્રી પર અમે વધુ ફોકસ કરીશું, જે સૌથી મોટું હબ છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...