શારીરિક શોષણ મુદ્દે ચિન્મયાનંદની મુશ્કેલી વધી, 8 કલાક પુછપરછ બાદ આશ્રમ સીલ
એસઆઇટી વિદ્યાર્થીની મુદ્દે ચિન્મયાનંદના દિવ્ય આશ્રમ પહોંચી હતી, આશ્રમના ગેટ પર ભારે પોલીસ દળનો ખડકલો
શાહજહાપુર : શાહજહાપુર (Shahjahanpur) ની લોની વિદ્યાર્થીની દ્વારા લગાવવામાં આવેલા શારીરિક શોષણના આરોપમાં એસઆઇટીએ સ્વામી ચિન્મયાનંદની ગુરૂવારે રાત્રે 8 કલાક સુધી પુછપરછ કરી હતી. આ સાથે જ શાહજહાપુર ખાતે તેમના દિવ્ય આશ્રમને સીલ કરી દેવામાં આવ્યો. એસઆઇટી વિદ્યાર્થીનીને લઇને ચિન્મયાનંદના આશ્રમ પહોંચી હતી. આશ્રમનાં ગેટ પર આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આશ્રમની આસપાસ અને અંદર બહાર કોઇના પણ આવન જાવન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
ગેસ સિલિન્ડર અંગે આ નિયમ જાણો છો તમે? આ સંજોગોમાં કરી શકાય છે 40 લાખ સુધીનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મહિને આ મુદ્દે સુનવણી કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદ પર શોષણના આરોપોની તપાસ માટે વિશેષ તપાસ દળ (SIT) ની રચનાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સમગ્ર મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ચિન્મયાનંદ પર વિદ્યાર્થીની દ્વારા લગાવાયેલા આરોપોની તપાસ સીટ કરશે અને અલ્હાબાદ હાઇકોર્ટ તપાસની દેખરેખ કરશે.
VIDEO: રક્ષક કે ભક્ષક છે આ UP પોલીસ?, બાઈક પર બાળક સાથે જઈ રહેલા યુવકને અધમૂઓ કરી નાખ્યો
અયોધ્યા કેસ LIVE: મુસ્લિમ પક્ષનો દાવો, PWDના રિપોર્ટમાં હતો બાબરી મસ્જિદનો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે, જ્યા સુધી હાઇકોર્ટ કોઇ પરિણામ પર નથી પહોંચતી, ત્યા સુધી વિદ્યાર્થી અને તેનાં પરિવારને સુરક્ષા પુરી પાડવામાં આવે. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને આદેશ આપ્યો હતો કે તે વિદ્યાર્થીનીને એલએલએમ કોર્સનો અભ્યાસ પુર્ણ કરવા માટે બીજી કોલેજમાં શિફ્ટ કરે. આ ઉપરાંત વિદ્યાર્થીનીને સુરક્ષા પુરી પાડવામાં આવે. વિદ્યાર્થીનીને કાંઇ પણ થાય તો તેની સંપુર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.