Delhi Violence: અત્યાર સુધી 38 લોકોના મોત, તાહિર હુસૈન વિરુદ્ધ હત્યા, હિંસા અને આગચાંપી માટે કેસ દાખલ
અત્યાર સુધી આ હિંસામાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. તોફાનો સાથે જોડાયેલા તમામ કેસોને એસઆઈટી પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીના ઘણા વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના મામલાની તપાસ માટે ખાસ તપાસ દળ (SIT)ની રચના કરવામાં આવી છે. આ એસઆઈટી દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની હેઠળ કામ કરશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ હિંસામાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. તોફાનો સાથે જોડાયેલા તમામ કેસોને એસઆઈટી પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે દિલ્હી પોલીસે ઉત્તર પૂર્વી જિલ્લામાં થયેલા તોફાનોને લઈને 48 કેસ દાખલ કરવામાં આવ્યા છે. હવે આ તમામ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની યૂનિટમાં બનેલી SIT કરશે. હિંસાની નવી કોઈ ઘટના બની નથી. તે તમામ વિસ્તારોમાં શાંતિ છે. તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા, આગચાંપી અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ દયાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે.
આ સિવાય આ હિંસામાં આરોપોથી ઘેરાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર પોલીસે શિકંજો કસવાનો શરૂ કરી દીધો છે. આજે દિલ્હી પોલીસની ટીમે ખજૂરી ખાસ વિસ્તારમાં તાહિર હુસૈનની ફેક્ટરીને સીલ કરી દીધી છે. તાહિર હુસૈનના ધરની છત પરથી તોફાનીઓએ પેટ્રોલ બોંબ, પથ્થર ફેંક્યા અને ગોળીઓ ચલાવી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube