નવી દિલ્હી : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને મહત્વનું નિવેદન આપ્યું છે. યેચુરીએ મહાગઠબંધનને જમીની હકીકતથી અંતર જણાવતા કહ્યું કે, હાલની પરિસ્થિતીમાં રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન શક્ય નથી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યેચુરીએ સોમવારે સીપીએમને ત્રણ દિવસીય કેન્દ્રીય સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદમાં પાર્ટીની ચૂંટણી રણનીતિ અંગે જણાવ્યું, રાજ્યોમાં સ્થાનીક પરિસ્થિતીઓને જોતા રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધન શક્ય નથી. તેમણે કહ્યું કે, પાર્ટીની કેન્દ્રીય સમિતીએ અલગ-અલગ રાજ્યોમાં ધર્મનિરપેક્ષ દળોની સાથે આંતરિક સમજુતીના આધારે ચૂંટણી સહયોગ બનાવવા માટેનો નિર્ણય લીધો છે. 

પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા વાળા દળોમાં કોંગ્રેસમાં પણ સમાવિષ્ટ કરવાનાં સવાલ અંગે યેચુરીએ કહ્યું કે, સીપીએમ કેન્દ્રીય સમિતીએ આગામી લોકસભા અને પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રણ મુખ્ય લક્ષ્ય નિશ્ચિત કર્યા છે. પહેલું ભાજપને હરાવવું, બીજું સીપીએમને મજબુત કરવું અને ત્રીજુ ચૂંટણી બાદ વૈકલ્પિક ધર્મનિરપેક્ષ સરકારની રચના કરવી. 

તેની પ્રાપ્તિ માટે પ્રત્યેક રાજ્યમાં અલગ અલગ દળોની સાથે સીટ આધારિત ચૂંટણી સહયોગ કાયમ કરવામાં આવશે. યેચુરીએ કહ્યું કે,  ત્રિકોણીય અથવા બહુકોણીય મુકાબલો હોય તેવી સીટો પર જ્યાં સીપીએમ પોતાનાં ઉમેદવારો નહી ઉતારે, ભાજપ ઉમેદવારને હરાવવા સક્ષમ દળનું સમર્થન કરશે. 

કેન્દ્રીય સમિતીના અન્ય નિર્ણયો અંગે યેચુરીએ કહ્યું કે, પાર્ટીએ કેરળના સબરીમાલા મુદ્દે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અંગે કોંગ્રેસના બેવડા વલણની આલોચના કરી. જો કે કેરળમાં ભાજપ અને આરએસએસ દ્વારા આ નિર્ણયના વિરોધમાં આયોજીત વિરોધ પ્રદર્શનની ભાગીદાર છે. કેન્દ્રીય સમિતીએ તેનાથી ધર્મનિરપેક્ષ લોકશાહી મુલ્યોની વિરુદ્ધ ભાજપ આરએસએસનું અભિયાન મળનારા લાભ પ્રત્યે કોંગ્રેસને ચેતવણી આપી.