નવી દિલ્હીઃ દેશમાં મધ્ય, પશ્વિમ અને દક્ષિણના રાજ્યોમાં ચોમાસું પૂરબહારમાં ખીલ્યું છે... જેમાં કેરળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી મોતનો આંકડો 160ને પાર કરી ગયો છે... તો અનેક રાજ્યોમાં હજુ પણ આફતરૂપી વરસાદ સતત ચિંતા વધારી રહ્યો છે... અનેક વિસ્તારોમાં થોડીવારના વરસાદમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર રીતસરની બ્રેક લાગી ગઈ છે... ત્યારે કયા રાજ્યોમાં કેવો છે મેઘરાજાનો મિજાજ?... જોઈશું આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના અનેક રાજ્યોમાં વરસી રહ્યો છે આફતનો વરસાદ....
ક્યાંક ધીમી ધારે, તો ક્યાંક બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ...
સતત વરસી રહેલા વરસાદે લોકોની વધારી મુશ્કેલી....


આવું એટલા માટે કહી રહ્યા છીએ... કેમ કે આકાશમાંથી વરસી રહેલા વરસાદથી નદી-નાળા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે... જેણે જનજીવનની રોજિંદી પ્રક્રિયાઓ પર બ્રેક મારી દીધી છે.... 


કેરળના પલકક્ડ શહેરમાં અહીંયા ભારે વરસાદના કારણે શોરનુર અને ભરથપુજા નદીઓ ગાંડીતૂર બની છે... તો નદી પર બનાવવામાં આવેલો બ્રિજ પણ ધોવાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પાણી અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ફરી રહ્યા છે... જેના કારણે વાહનચાલકોને અનેક મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે...  


તો કેરળના કોટ્ટાયમ વિસ્તારમાં પણ આ સ્થિતિ છે. અહીંયા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાક રીતસરનો ધોવાઈ જ ગયો છે... ખેતરોમાં જળબંબાકારની સ્યિતિ સર્જાઈ છે... જેના કારણે આ શહેરના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે.


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ મેઘમહેર મેઘકહેર સાબિત થઈ રહી છે... અહીંયા પણ નદીઓ બેકાંઠે વહેવા લાગતાં શિવાજી બ્રિજની લગોલગ પાણી પસાર થઈ રહ્યું છે... તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે... અને હજુ પણ આફતરુપી વરસાદ પડી રહ્યો છે.


આ તરફ ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ અતિ વરસાદે ફરી મુશ્કેલી વધારી છે... કેમ કે અહીંયા અનેક વિસ્તારોમાં ગાડીના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે... તો અનેક સોસાયટીઓમાં પણ આજ સ્થિતિ છે... સતત વરસી રહેલાં વરસાદે લખનઉના લોકોના હાલ બેહાલ કરી નાંખ્યા છે.


ઉત્તરાખંડના ખટીમા શહેરમાં પણ વરસાદ બાદ અન્ય શહેરો જેવી જ સ્થિતિ છે... અહીંયા જાહેર રસ્તા હોય કે સરકારી હોસ્પિટલનું પરિસર... દરેક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ ગયા છે..


હવામાન ખાતાએ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની અનેક રાજ્યોમાં આગાહી કરી છે... તેના કારણે આ રાજ્યોના લોકોને આફતનો સામનો કરવો પડશે તે નક્કી છે...