મુંબઈ: શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે ડાબેરી નેતા સીતારામ યેચુરીને તેમના નામમાંથી સીતારામ કાઢી નાખવાની સલાહ આપી છે. માકપા મહાસચિવે કહ્યું હતું કે મહાભારત અને રામાયણ જેવા હિન્દુ મહાકાવ્ય 'હિંસા'થી ભરેલા છે. રાઉતે યેચુરીને પૂછ્યું કે શું તેઓ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થક આતંકવાદ વિરુદ્ધ દેશની રક્ષા કરનારા સુરક્ષાદળોની કાર્યવાહીને પણ 'હિંસા' કહેશે.  યોગ ગુરુ રામદેવે શનિવારે માકપા મહાસચિવ સીતારામ યેચુરી વિરુદ્ધ હિન્દુ સમુદાયને હિંસા સાથે જોડવા બદલ તેમની સામે હરિદ્વારમાં ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશામાં 'ફાની'એ 16 લોકોનો ભોગ લીધો, યુદ્ધસ્તરે રાહતકાર્ય ચાલુ


રાઉતે કહ્યું કે જો સીતારામ યેચુરી રામાયણ અને મહાભારતને હિન્દુ હિંસા કહેતા હોય તો તેમણે તેમના નામમાંથી સીતારામ કાઢી નાખવું જોઈએ. માકપા મુખપત્ર પીપલ્સ ડેમોક્રેસીમાં લખેલા લેખમાં યેચુરીએ કહ્યું હતું કે ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવવાનો નિર્ણય હિન્દુત્વ 'સાંપ્રદાયિક' વોટ બેંકને એકજૂથ કરવાના તેમના પ્રયત્નોનો જ વિસ્તાર છે. 


જુઓ LIVE TV



અત્રે જણાવવાનું કે યોગગુરુ બાબા રામદેવે શનિવારે માકપા મહાસચિવ સીતારામ યેચુરીના કથિત રીતે હિન્દુ સમુદાયને હિંસા સાથે જોડનારા તેમના નિવેદન બદલ હરિદ્વારમાં ફરિયાદ દાખલ કરી છે. હરિદ્વારના એસએસપી જન્મેજય ખંડૂરીએ પીટીઆઈ-ભાષાને ફોન પર જણાવ્યું કે પોતાની ફરિયાદમાં રામદેવે આરોપ લગાવ્યો છે કે યેચુરીએ હિન્દુત્વને હિંસા સાથે જોડીને આખા દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. 


રામદેવે આરોપ લગાવ્યો કે યેચુરીએ ધર્મને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમની ચોક્કસપણે આલોચના થવી જોઈએ. ખંડૂરીએ જણાવ્યું કે આ મામલે એફઆઈઆર પર કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.