નિઝામુદ્દીનમાં ધાર્મિક સભામાં ભાગ લેનારા 6ના કોરોનાથી મોત, કાર્યક્રમમાં 1400 લોકો સામેલ હતાં
તેલંગણામાં 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે મોત થતા મોટો હડકંપ મચી ગયો છે. કારણ કે આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15 માર્ચ વચ્ચે તબ્લીગી જમાતની ધાર્મિક સભામાં ભાગ લીધો હતો.
હૈદરાબાદ: તેલંગણામાં 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે મોત થતા મોટો હડકંપ મચી ગયો છે. કારણ કે આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15 માર્ચ વચ્ચે તબ્લીગી જમાતની ધાર્મિક સભામાં ભાગ લીધો હતો. એ અધિકૃત જાહેરાત મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારના મરકઝમાં 13 માર્ચથી 15 માર્ચ સુધી એક ધાર્મિક સભામાં ભાગ લેનારા કેટલાક લોકોમાં COVID-19નો ચેપ ફેલાયો છે. આ સભામાં ભાગ લેનારા કેટલાક લોકો તેલંગણાના પણ સામેલ હતાં.
નોંધનીય છે કે તેલંગણાની સરકાર તરફથી બહાર પડેલા નિવેદનમાં કહેવાયું છે કે જે 6 લોકોના મોત થયા છે તેમાંથી 2ના મોત ગાંધી હોસ્પિટલ, અને 2ના મોત ખાનગી હોસ્પિટલોમાં થયા છે. બાકીના બે લોકોમાંથી એક વ્યક્તિનું મોત નિઝામાબાદ અને બીજાનું મોત ગડવાલ શહેરમાં થયું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube