તિરુવનંતપુરમ: કેરળ (Kerala)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોઝિકોડમાં એક મહિલા પર પોતાની સાસુ, સસરા, પતિ અને અન્ય ત્રણ સંબંધીઓની હત્યાનો આરોપ છે. એવો આરોપ છે કે મહિલાએ હત્યાઓ માટે સાઈનાઈડનો ઉપયોગ કર્યો અને 14 વર્ષમાં આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો. કોઝિકોડ પોલીસે અત્યાર સુધીમાં જોલી થોમસ નામની મહિલા અને તેના મિત્ર એમ.મેથ્યુ અને અન્ય એક આભૂષણ કર્મચારીની ધરપકડ કરી છે. આ કર્મચારી હત્યાઓ માટે સાઈનાઈડની વ્યવસ્થા કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતોના ભોજનમાં સાઈનાઈડ ભેળવી દેતી હતી જોલી
તપાસમાં માલુમ પડ્યું છે કે જોલી પીડિતોના ભોજનમાં સાઈનાઈડ ભેળવી દેતી હતી. સાઈનાઈડના કારણે કથિત પહેલું મોત 2002માં તેની સાસુ અનમ્મા થોમસનું થયું હતું. છ વર્ષ બાદ 2008માં જોલીએ કથિત રીતે સસરા ટોમ થોમસની હત્યા કરી દીધી હતી. અને ત્યારબાદ 2011માં જોલીએ પતિ રોય થોમસની પણ હત્યા કરી હતી. 


થોમસ પરિવારમાં હત્યાઓનો દોર અહીંથી જ ન અટક્યો. 2014માં આવી જ પરિસ્થિતિઓમાં રોય થોમસના મામા મેથ્યુનું મોત થયું. બે વર્ષ બાદ એક વધુ નીકટના સંબંધી સિલી અને તેના એક વર્ષના બાળકનું પણ સમાન સંજોગોમાં મોત થયું. સિલી એ શાજૂ (જોલીના પ્રેમી)ની પત્ની હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...