તિરપ: અરૂણાચલ પ્રદેશના ખોંસા વિસ્તારમાં શનિવારે સવારે સેનાએ આતંકવાદીઓ વિરૂદ્ધ મોટું ઓપરેશન ચલાવ્યું હતું. અહી તિરપ જિલ્લામાં સેનાએ છ આતંકવાદી ઠાર માર્યા છે. આ બધા આતંકવાદી નગા ઉગ્રવાદી સંગઠન (NSCN-IM) સભ્ય હતા. મોતને ભેટેલા આતંકવાદીઓ પાસેથી ચીનમાં બનેલા હથિયાર મળી આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરૂણાચલ પ્રદેશના ડીજીપી આર પી ઉપાધ્યાયએ જણાવ્યું કે પોલીસ અને અસમ રાઇફલ્સની જોઇન્ટ ટીમે શનિવારે સવારે લગભગ સાડા ચાર વાગે આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવ્યું, જેમાં નગા ઉગ્રવાદી સંગઠનના 6 આતંકવાદી ઠાર માર્યા છે. 

તેમણે આગળ જણાવ્યું કે આતંકવાદીઓ સાથે મુઠભેડ દરમિયાન અસમ રાઇફલ્સનો એક જવાન પણ ઘાયલ થયો છે. આ આતંકવાદીઓ પાસેથી 4 AK-47 અને 2 ચાઇનીઝ એમક્યૂ મળી આવ્યા છે, ઓપરેશન હજુ ચાલુ છે.