નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ક્યૂટ બાળકીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ બાળકી એટલી નિર્દોષતાથી પોતાની વાત રજુ કરી રહી છે કે જેણે પણ આ વીડિયો જોયો તે ભાવુક થઈ ગયા. વીડિયોમાં જોવા મળતી 6 વર્ષની બાળકી કાશ્મીરની છે. કોરોનાકાળમાં બાળકો ઓનલાઈન ક્લાસ (Online Class) થી કંટાળી ગયા છે. આ બાળકી ઓનલાઈન અભ્યાસના બોજથી એટલી કંટાળી છે કે તેણે પીએમ મોદી (PM Modi) ને એક ભાવુક અપીલ કરી નાખી. બાળકીની આ અપીલ પર તાબડતોબ એક્શન પણ લેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકીનો માસૂમ વીડિયો
કોરોના (Corona Virus) સંકટમાં શાળાઓ બંધ છે. લાંબા સમયથી ઘરોમાં કેદ શાળાઓથી દૂર છે આવામાં તેમના અભ્યાસ પર બ્રેક ન લાગે તે માટે ઓનલાઈન ક્લાસ શરૂ થયા. પરંતુ બાળકો માટે આ ઓનલાઈન ક્લાસ પરેશાનીનું કારણ બનતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આવી જ એક 6 વર્ષની બાળકીનો મીઠી ફરિયાદ કરતો વીડિયો ખુબ ચર્ચામાં છે. જેને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ ધ્યાનમાં લીધો છે. બાળકી વીડિયોમાં પીએમ મોદીને ગુહાર લગાવે છે કે મોદી સાહેબ  બાળકોએ આખરે આટલું કામ કેમ કરવું પડે છે. પહેલા અંગ્રેજી, ગણિત, ઉર્દૂ, ઈવીએસ અને ત્યારબાદ કોમ્પ્યુટરના ક્લાસ. મારા 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ક્લાસ ચાલે છે. આટલું કામ તો મોટા બાળકો પાસે હોય છે. 


Corona ની ત્રીજી લહેર?, એક મહિનામાં એક જ જિલ્લામાંથી 8000થી વધુ બાળકો કોરોના સંક્રમિત, પ્રશાસનના હોશ ઉડ્યા


વીડિયો થઈ ગયો વાયરલ
માસૂમ બાળકીએ કહ્યું કે આટલો બોજો બાળકો પર કેમ નાખવામાં આવી રહ્યો છે. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. બાળકીનો વીડિયો 1.11 મિનિટ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બાળકીની આ ફરિયાદ બાદ હવે ઓનલાઈન ક્લાસમાં વધતા અભ્યાસના બોજાથી બાળકોને કઈક રાહત મળી શકશે. 


BHU ના સ્ટડીમાં મોટો દાવો, જે લોકોને કોરોના મટી ગયો છે તેમના માટે રસીનો એક જ ડોઝ પૂરતો છે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube