નવી દિલ્હી : ગરમીની સિઝનમાં લોકોની ત્વચા કાળી પડી જતી હોય છે. ગરમીમાં ક્રીમ લગાવવાથી ત્વચા શ્યામ પડે છે. હકીકતમાં ગરમીમાં થતો પરસેવો અને ઓઇલ ચહેરાના ટિશ્યૂને ખુલવા નથી દેતા જેના કારણે આ સ્થિતિ સર્જાય છે. જોકે કેટલીક ખાસ ટિપ્સ છે જે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પણ ત્વચાને ગોરી બનાવે છે. રોજબરોજના જીવનમાં ચાર વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાની કાળાશ દૂર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કામ વધે છે કાળાશ?


  • ખીલ અને બીજી ત્વચાને સમસ્યાથી એ જાડી અને ડાર્ક થઈ જાય છે.

  • વિટામીન A, C, Bની કમીથી ત્વચા સુકાઈ જાય છે અને કાળાશ વધે છે. 

  • લાંબા સમયથી ચાલી રહેલી લિવરની સમસ્યાને કારણે એની નેગેટિવ અસર સ્કિનના સેલ પર થાય છે અને કાળાશ વધે છે. 

  • હોર્મોનલ બદલાવની અસર ત્વચાના રંગ પર પડે છે. 

  • વધારે તાપમાં રહેવાથી પણ રંગ શ્યામ પડે છે. 


ત્વચાને ગોરી બનાવતી ચાર વસ્તુઓ


  1. બ્લેક ટી : બ્લેક ટીને રૂમાં ભીંજવીને સ્કીન પર લગાવવાથી રંગ ગોરો થાય છે અને એને પીવાથી ટોક્સિન દૂર થઈને રંગ ગોરો બને છે. 

  2. એલોવોરા જેલ : એલોવેરા જેલને ચહેરા પર લગાવીને ઠંડા પાણીથી ધોઈ દેવાથી ત્વચા ગોરી બને છે. એલોવેરા જુસ પીવાથી ચહેરાની ચમક વધે છે 

  3. નારિયેળ પાણી : નારિયેળ પાણીને કોટનની મદદથી ચહેરા પર લગાવીને દસ મિનિટ પછી એને ધોઈ લો. નારિયેળ પાણી પીવાથી ટોક્સિન પણ દૂર થાય છે અને ત્વચાનો રંગ નિખરે છે. 

  4. લીંબુનો રસ : લીંબુનો રસ ગુલાબ જળમાં મેળવીને ચહેરા પર લગાવાથી કાળા ધાબા સાફ થાય છે અને રંગ પણ  ગોરો બને છે. 


હેલ્થને લગતા સમાચાર જાણવા કરો ક્લિક....