નવી દિલ્હી: સંયુક્ત કિસાન મોરચા (SKM) એ જાહેરાત કરી છે કે તેઓ 31 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવશે. જેમાં જિલ્લા અને બ્લોક સ્તર પર મોટા પાયે વિરોધ પ્રદર્શન થશે. બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે મોરચા સાથે જોડાયેલા તમામ ખેડૂત સંઘો આ વિરોધ પ્રદર્શનમાં મોટા પાયે ભાગ લેશે. આ પ્રદર્શન દેશના ઓછામાં ઓછા 500 જિલ્લાઓમાં આયોજિત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારને અપાશે આવેદન
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે 31 જાન્યુઆરીના વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકારને એક આવેદન પણ સોંપવામાં આવશે. બેઠક દરમિયાન આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરવામાં આવી. ખેડૂતોનો દાવો છે કે સરકારે તેમને દગો કર્યો છે. 


Corona Update: દેશમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, પણ મૃત્યુઆંક વધ્યો


ફરીથી શરૂ થઈ શકે છે આંદોલન
નોંધનીય છે કે ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માંગણીઓને લઈને ખેડૂતોએ એક વર્ષ કરતા વધુ સમય સુધી આંદોલન કર્યું હતું. ત્રણ કૃષિ કાયદાને રદ કરવાના સરકારના નિર્ણય બાદ SKM એ જાહેરાત કરી હતી કે જો સરકાર તેમની અન્ય માંગણીઓ પૂરી કરવામાં નિષ્ફળ જશે તો આંદોલન ફરીથી શરૂ થઈ શકે છે. ખેડૂત સંગઠન એમએસપી પર કાયદો બનાવવાની માગણી કરી રહ્યા છે. 


શું માંગણી છે SKM ની?
સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં પ્રદર્શનકારીઓ વિરુર્ધ નોંધાયેલા કેસોને તત્કાળ પાછા ખેંચવા કે શહીદોના પરિવારોને વળતર ( આંદોલન દરમિયાન જે માર્યા ગયા) પર કોઈ કાર્યવાહી કરાઈ નથી. સરકારે એમએસપી મુદ્દે કમિટી બનાવવાની પણ જાહેરાત કરી નથી. આથી દેશભરના ખેડૂતોને વિશ્વાસઘાત દિવસના માધ્યમથી સરકારને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું આહ્વાન કરાયું છે. 


Beating Retreat ceremony 2022: 1,000 ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રોન પહેલીવાર પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે


એસકેએમએ એ પણ સ્પષ્ટ કર્યું કે મિશન ઉત્તર પ્રદેશ ચાલુ રહેશે. જેના માધ્યમથી આ ખેડૂત વિરોધી શાસનને પાઠ ભણાવવામાં આવશે. એસકેએમએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના લોકોને અજય મિશ્રા ટેનીને બરખાસ્ત નહીં કરવા અને ધરપકડ નહીં કરવા બદલ ભાજપને પાઠ ભણાવવા માટે આહ્વાન કરાશે. જેમનો પુત્ર કથિત રીતે ગત વર્ષ લખીમપુર ખીરીમાં થયેલી દુ:ખદ ઘટનામાં સામેલ હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube