નવી દિલ્હી/લખનૌ: કેન્દ્ર સરકાર તરફથી ત્રણ કૃષિ કાયદા (New Farm Laws) અચાનક પાછા ખેંચવાની જાહેરાત પર આંદોલનકારી ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી છે. ખેડૂત આંદોલન (Farmers Protest) નું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ રવિવારે પીએમ મોદીને ખુલ્લો પત્ર લખ્યો. પત્રમાં ચેતવણી આપવામાં આવી કે જ્યાં સુધી સરકાર તેમની 6 માંગણીઓ પર સંવાદ બહાલ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની જાહેરાતથી ખેડૂત મોરચો નિરાશ
ખેડૂત સંગઠનોએ કહ્યું કે ટેકાના ભાવ (MSP) પર કાયદો બનાવવા માટે સોમવારે લખનૌમાં મહાપંચાયત કરવાનો નિર્ણય અડગ છે. SKM એ પોતાના ઓપન લેટરમાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા બદલ આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ કહ્યું કે '11 રાઉન્ડની વાતચીત બાદ તમે દ્વિપક્ષીય સમાધાનની જગ્યાએ એકતરફી જાહેરાત કરવાનો રસ્તો અપનાવ્યો.' 


સરકારને ઓપન લેટર
SKM એ પોતાના ઓપન લેટરમાં કહ્યું કે, પ્રધાનમંત્રીજી તમે ખેડૂતોને અપીલ કરી છે કે હવે અમારે પાછા ફરવું જોઈએ. અમે તમને એ ભરોસો અપાવવા માંગીએ છીએ કે અમને રસ્તાઓ પર બેસવાનો કોઈ શોખ નથી. અમારી પણ એ જ ઈચ્છા છે કે આ પેન્ડિંગ મુદ્દાઓનું જેમ બને તેમ જલદી સમાધાન થયા બાદ અમે અમારા ઘર, પરિવાર અને ખેતરોમાં પાછા  ફરી શકીએ. જો તમે એ ઈચ્છતા હોવ તો સરકારે અમારી 6 માગણીઓ પર જેમ બને તેમ જલદી ખેડૂતો સાથે સંવાદ બહાલ કરવો જોઈએ. ત્યાં સુધી સંયુક્ત મોરચાનું આંદોલન ચાલુ રહેશે. 


પત્રમાં આ 6 માગણી ઉઠાવી
મોરચાએ કહ્યું કે આ 6 માગણીઓમાં ઉત્પાદનના વ્યાપક ખર્ચના આધારે એમએસપીને તમામ કૃષિ ઉપજ માટે ખેડૂતોનો કાયદાકીય અધિકાર બનાવવા, લખીમપુર ખીરી ઘટનામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાની બરતરફી અને ધરપકડ, ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા મામલા પાછા ખેંચવા અને આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતો માટે સ્મારક નિર્માણ સામેલ છે. SKM એ પર્યાવરણ સંબંધી અધિનિયમમાં ખેડૂતો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ હટાવવા અને પ્રસ્તાવિત વિદ્યુત સંશોધન વિધેયક 2020-2021 નો ડ્રાફ્ટ પાછો ખેંચવાની પણ માગણી કરી છે. 


Post Office Scheme: 10 વર્ષથી મોટા બાળકોનું ખાતું ખોલાવો, અભ્યાસ માટે દર મહિને મળશે 2500 રૂપિયા


ચાલુ રહેશે ખેડૂતોનું આંદોલન
સિંઘુ બોર્ડર પર પત્રકાર પરિષદમાં ખેડૂત નેતા બલબીર સિંહ રાજવાલે કહ્યું કે અમે કૃષિ કાયદા રદ કરાયાની જાહેરાત પર ચર્ચા કરી. ત્યારબાદ કેટલાક નિર્ણયો લેવાયા. એસકેએમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પહેલાની જેમ ચાલુ રહેશે. 22 નવેમ્બરના રોજ લખનૌમાં ખેડૂત પંચાયત, 26 નવેમ્બરે તમામ સરહદો પર સભા અને 29 નવેમ્બરે સંસદ સુધી માર્ચ થશે. સંગઠને કહ્યું કે એસકેએમ આગળની કાર્યવાહી પર વિચાર કરવા માટે 27 નવેમ્બરના રોજ ફરી  બેઠક કરશે. 


મોહન ભાગવતનું નિવેદન- 75 વર્ષમાં આપણે યોગ્ય રસ્તે ચાલ્યા નહીં, આ કારણે વિકાસ અટકી ગયો


આજે લખનૌમાં ખેડૂતો કરશે શક્તિ પ્રદર્શન
આ બાજુ બીકેયુ નેતા રાકેશ ટિકૈતે લોકોને લખનૌમાં સોમવારે થઈ રહેલા 'એમએસપી અધિકાર કિસાન મહાપંચાયત' માં સામેલ થવાનો આગ્રહ કર્યો. જેને ખેડૂત સંગઠનો દ્વારા શક્તિ પ્રદર્શનની કવાયત માનવામાં આવી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'ચલો લખનૌ- ચલો લખનૌ સરકાર દ્વાર જે કૃષિ સુધારાની વાત થઈ રહી છે તે નકલી અને બનાવટી છે. આ સુધારાઓથી ખેડ઼ૂતોની બદહાલી અટકવાની નથી. કૃષિ અને ખેડૂતો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (ટેકાના ભાવ)ને કાયદો બનાવવો એ સૌથી મોટો સુધાર હશે.'


આ બાજુ સરકારી સૂત્રોએ રવિવારે કહ્યું કે ત્રણ કૃષિ કાયદાને રદ કરવા સંબંધિત વિધેયકોને મંજૂરી આપવા પર બુધવારે કેન્દ્રીય મંત્રીમડળ દ્વારા વિચાર થવાની સંભાવના છે જેથી કરીને તેમને સંસદના આગામી શિયાળુ સત્રમાં રજુ કરી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube