વિરલ પટેલ, અમદાવાદઃ દુશ્મન દેશ પાકિસ્તાન, આજથી નહીં દાયકાઓથી આતંકી પ્રવૃતિઓ થકી દેશને શાંતિ ભંગ કરવાની નાપાક હરકતો કરતું રહ્યું છે. દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરવા કે હથિયારો ઘૂસેડવા હોય કે પછી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરાવવી હોય આ તમામ કામને અંજામ આપતા હોય છે સ્લીપર સેલ...  અહીં તમને જણાવીએ કઈ રીતે તેઓ કરતા હોય છે કામ? ત્યારે સ્લીપર સેલને દબોચી તેમની નાપાક હરકતોનો પર્દાફાશ કરતી હોય છે સુરક્ષા એજન્સી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2013- બિહાર પટનાના ગાંધી મેદાનમાં બ્લાસ્ટ:
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટેનો માહોલ જામ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટેની હતી હુંકાર રેલી....રેલી દરમિયાન થાય છે બોમ્બ બ્લાસ્ટ.. અને આ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો સ્લીપર સેલના મારફતે.

જી હા... આવી જ આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે સ્લીપર સેલનો.... જૈશ-એ-મુહમ્મદ, ઈન્ડિયન મુજાહિદ્દીન, લશ્કર-એ-તોયબા, ISI અને અન્ય આતંકી સંગઠનો સ્લીપર સેલની ભરતી કરતા હોય છે અને આતંકી પ્રવૃતિઓને અંજામ આપવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. દેશમાં NIA, RAW અને ATS જેવી ભારતીય સુરક્ષા એજન્સીઓ બહાદુરીપૂર્વક તેમને ઝડપી લે છે અને તેઓ કોઈ અઘટિત ઘટનાને અંજમ આપે તે પહેલા તેમના મનસૂબા પર પાણી ફેરવી દે છે.પટણામાં બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં પકડાયેલા 4 સ્લીપર સેલ્સને વર્ષ 2021માં જ NIA કોર્ટે ફાંસીની સજા ફટકારી.

દિલ્લી સ્પેશિયલ ટીમે ઝડપ્યો સ્લીપર સેલના હેડને:
12 ઓકટોબર 2021નો એ દિવસ જ્યારે દિલ્લી સ્પેશિયલ સેલની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું. સ્પેશિયલ સેલની ટીમે સ્લીપર સેલના હેડ મોહમ્મદ અશરફને દબોચ્યો હતો. મોહમ્મદ અશરફની વર્ષ 2009માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં તેની સંડોવણી હતી. તો વર્ષ 2011માં દિલ્લી હાઈકોર્ટ બહાર થયેલા બ્લાસ્ટમાં તેને રેકી કરી હતી. મોહમ્મદ અશરફની જમ્મુ-કાશ્મીરમાં હથિયારોના સપ્લાયમાં સંડોવણી હતી.

મોહમ્મદ અશરફે અનેક ઓળખ બદલી:
દિલ્લી સ્પેશિયલ સેલની ટીમે દિલ્લીમાંથી મોહમ્મદ અશરફ નામના આતંકીને પકડ્યો હતો. મોહમ્મદ અશરફ સ્લીપર સેલનો હેડ હતો. દિલ્લીમાં ટિફિન બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના સરહદ પાર પાકિસ્તાનથી કરવાની હતી અને તેના સ્લીપર સેલને આદેશ અપાયા હતા. સ્પેશિયલ સેલની ટીમને બે મહિના અગાઉ જ કાશ્મીરમાં દિલ્લીમાં સ્લીપર સેલ હોવાની માહિતી મળી હતી. સ્પેશિયલ સેલની ટીમે અશરફને દબોચી દીધો જેમાં તેની પૂછપરછમાં તેને આતંકી હુમલા માટે હથિયાર અને રૂપિયા મળી ગયા હતા. સ્લીપર સેલ મોહમ્મદ અશરફ 17 વર્ષ સુધી ભારતીય ધરતી પર રહ્યો, મોહમ્મદ અશરફ તમામ પ્રવૃતિઓ માટે કોડવર્ડનો ઉપયોગ કરતી. પહેલા પાંચ વર્ષ તેણે નકલી દસ્તાવેજ બનાવ્યા. અજમેરમાં હિન્દુ પરિવારના ઘરમાં રહ્યો પછી બંગાળ અને બિહારમાં વસ્યો. પાંચ વર્ષ કોઈ આતંકી હરકત તેને કરી નહીં. મૌલાના, મૌલવી અને પીરબાબા બનીને ભારતની ધરતી પર રહ્યો.

કેવી રીતે રહે છે સ્લીપર સેલ?
સ્લીપર સેલ આતંકવાદીઓનું એવું સંગઠન છે જેઓને જ્યારે આદેશ મળે ત્યારે તેઓ કાર્યવાહી કરતા હોય છે. સ્લીપર સેલ બનીને રહેતા આતંકવાદીઓને ઝડપવા એક ચેલેન્જનું કામ રહેતું હોય છે, કારણકે આ લોકો નાગરિકો વચ્ચે સામાન્ય રીતે રહેતા હોય છે. આ લોકો ક્યારેક વિદ્યાર્થી હોય છે તો ક્યારેક નોકરિયાત હોય છે, કોઈ સ્થળે મજૂર હોય છે તો કોઈ સ્થળે વ્યવસાય કરતા હોય છે. આતંકવાદી સંગઠનો આ સ્લીપર સેલને એક્ટિવ કરી તેમના પાસેથી આતંકી પ્રવૃતિઓ કરાવતા હોય છે.

સ્લીપર સેલની કામગીરી:
સ્લીપર સેલ સામાન્ય નાગરિક તરીકે વસવાટ કરતા હોય છે, મહત્વનું છે કે તે ક્યારેક એક્ટિવ તો ક્યારેક ડિએક્ટિવ મોડ પર કામ કરતા હોય છે. સ્લીપર સેલને  પણ મિશનની ખબર હોતી નથી તેઓ માત્ર જાસૂસી કરવાનું કામ કરતા હોય છે. સ્લીપર સેલ આતંકવાદીઓ માટે મિટીંગની વ્યવસ્થા કરતા હોય છે. આતંકી હુમલા માટે સંગઠનોને સહાય કરતા હોય છે અને તેઓ બોમ્બ પ્લેસ કરવાનું પણ કામ કરતા હોય છે.

સ્લીપર સેલ સામે NIAની ભૂમિકા:
સ્લીપર સેલને દબોચવાની કામગીરીમાં NIAની સૌથી મોટી ભૂમિકા રહેતી હોય છે. NIA શહેરોમાં થતી આતંકી ગતિવિધિઓનો પર્દાફાશ કરતી હોય છે. આતંકી ફંડ અને ષડયંત્રોની પણ સ્લીપર સેલ તપાસ કરતું હોય છે. NIAએ 168 આરોપીઓની ધરપકડ કરેલી છે. 27 કિસ્સાઓમાં NIA કોર્ટે આરોપીઓને દોષી જાહેર કર્યા હતા.
 
સુરક્ષા એજન્સીઓ સ્લીપર સેલનો કરે છે સફાયો:

આતંકી મનસૂબા પાર કરવા માટે વર્ષો સુધી સ્લીપર સેલ બનીને દેશને ઉધઈની જેમ કોતરવાનું કામ કરનાર પર NIA સહિતની સુરક્ષા એજન્સીઓ પેસ્ટ કંટ્રોલનું કામ કરે છે અને આ લોકોનો સફાયો કરે છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ જીવના જોખમે દેશમાં કોઈ આતંકી ઘટનાને અંજમ ન અપાય તેના દિવસ-રાત પ્રયાસ કરતી રહે છે.