જયપુરઃ વીજળીની જેમ પાણીનું પણ મીટર લગાવવાની વાત ઘણાં સમયથી ચાલી રહી છે. જોકે, હજું સુધી આ અંગે સરકારે કોઈ નક્કર નિર્ણય લીધો નથી. પરંતુ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હાલ આ અંગેનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. જોકે, હજુ પણ ગુજરાત સરકારે આ પ્રકારનો કોઈ નિર્ણય લીધો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનની સરકાર (Gehlot Government)આ વર્ષથી પાણી માટે સ્માર્ટ મીટર લગાવવાના પાયલોટ પ્રોજેક્ટ (Pilot project) ની શરૂઆત કરશે. આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલાં જવાહરનગરથી થશે. રાજસ્થાનના જયપુરમાં પાણીના મીટર તો લાગી ગયા છે. પણ ઘણાં મીટર ખરાબ હોવાથી તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. હવેથી અહીંના ઘરોમાં સામાન્ય મીટરને બદલે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટર પુરી રીતે ડિજિટલ હશે જેમાં પાણીના વપરાશનો ડેટા સેવ રહેશે.


રાજસ્થાનની ગેહલોત સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ માટે 5 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આગામી 15 એપ્રિલથી સ્માર્ટ મીટર લગાવવા માટે ટેન્ડર બહાર પાડીને કામ સોંપવામાં આવશે. જો આ પાયલોટ પ્રોજેક્ટ જયપુરમાં સફળ થશે તો આગામી સમયમાં સમગ્ર રાજસ્થાન રાજ્યમાં આ પ્રોજેક્ટ અમલી કરવામાં આવશે.


સ્માર્ટ મીટર રાખશે પાણીના લેખા-જોખા
આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત જયપુરમાં અંદાજે 6 હજારથી વધારે ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. રાજસ્થાન સરકારની નજર હવે રાજસ્થાનના ઘર ઘર પર રહેશે. જો કોઈ ગેરકાયદે રીતે પાણીનો વપરાશ કે પાણીનો સંગ્રહ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘણાં લોકોએ પોતોના ઘરે પ્રાઈવેટ બોર પણ બાંધ્યો છે તે અંગે પણ સરકારને ફરિયાદ મળી છે. તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. પાણીમાં થતી ચોરી રોકવા સરકાર કડક પગલાં લઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube