બાપરે...ભારતીયોને રોજ આટલા બધા ફેક મેસેજ મળે છે! આ મેસેજ તો ક્લિક કરો ને એકાઉન્ટ ખાલી
અમેરિકી સિક્યુરિટી એજન્સી કંપની McAfee એ એક ગ્લોબલ રિસર્ચ કર્યું છે જે મુજબ વર્ષ 2023માં AI- જનરેટેડ ફ્રોડના કેસ વધી રહ્યા છે. જો કોઈ મોબાઈલ યૂઝર આ મેસેજ કે કોલમાં અટવાઈ જાય તો તે તેના બેંક ખાતામાંથી પૈસા ગુમાવી શકે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ હવે મોબાઈલ યૂઝર્સને ઠગવા માટે થઈ રહ્યો છે. AI થી જનરેટેડ મેસેજ અને કોલને ઓળખવા મુશ્કેલ હોય છે જેનાથી મોબાઈલ યૂઝર્સ બેંકિંગ ફ્રોડનો ભોગ બની શકે છે. અમેરિકી સિક્યુરિટી એજન્સી કંપની McAfee એ એક ગ્લોબલ રિસર્ચ કર્યું છે જે મુજબ વર્ષ 2023માં AI- જનરેટેડ ફ્રોડના કેસ વધી રહ્યા છે. જો કોઈ મોબાઈલ યૂઝર આ મેસેજ કે કોલમાં અટવાઈ જાય તો તે તેના બેંક ખાતામાંથી પૈસા ગુમાવી શકે છે. આથી મોબાઈલ યૂઝર્સે AI જનરેટેડ મેસેજ અને કોલથી સાવધાન રહેવાની જરૂર છે.
રોજના મળે છે 12 ફેક મેસેજ
દરેક ભારતીયને દરરોજ સરેરાશ 12 ફેક મેસેજ મળતા હોય છે. આ મેસેજથી ભારતીયોને ભારે નુકસાન થઈ રહ્યું છે. એક સર્વે મુજબ 82 ટકા ભારતીયો ફેક મેસેજનો ભોગ બને છે. તેમાંથી 64% ફેક જોબ નોટિફિકેશન અને ઓફર સંલગ્ન હોય છે. 52 ટકા મેસેજ બેંક એલર્ટ સંલગ્ન હોય છે. રિપોર્ટનું માનીએ તો 60 ટકા ભારતીય ફેક મેસેજને ઓળખી શકતા નથી અને તેનું એક કારણ AI ટૂલ છે.
સૌથી વધુ કયા મેસેજ આવે છે?
પ્રાઈઝ જીતવાના મેસેજ- 72 ટકા
ફેક જોબ નોટિફિકેશન- 64 ટકા
બેંક એલર્ટ મેસેજ- 52 ટકા
નેટફ્લિક સબસ્ક્રિપ્શન પ્લાન 35 ટકા
ફેક મિસ્ડ ડિલિવરી નોટિફિકેશન
ભારતમાં દર અઠવાડિયે લગભગ 105 મિનિટ ફેક મેસેજને વેરિફાય કરવામાં જાય છે. આ સમય એક કલાકથી પણ વધુ છે. ફેક મેસેજની સૌથી સામાન્ય રીત ઈમેઈલ અને ટેક્સ્ટ છે. તેના માધ્યમથી લગભગ 90 ટકા જેટલા ફેક મેસેજ આવતા હોય છે. સોશિયલ મીડિયાથી મોકલાતા મેસેજની સંખ્યા 84 ટકા છે.
કેવી રીતે બચવું
- કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા તેના વિશે વિચારી લેવું. લિંક ક્યાં જાય છે. શું તમે તે વેબસાઈટ કે એપને જાણો છો? જો ના તો લિંક પર ક્લિક કરતા પહેલા તેના વિશે વધુ જાણકારી મેળવી લો.
- સ્કેમ પ્રોટેક્શન સોફ્ટવેરનો ઉપયોગ કરો. આ સોફ્ટવેર તમને નકલી સંદેશ અને લિંકની ઓળખ કરવામાં મદદ કરી શકે છે.
- ખતરનાક મેસેજ અને લિંકને બ્લોક કરો અને તેને રિપોર્ટ કરો. જો તમને કોઈ સંદિગ્ધ સંદેશ કે લિંક મળે તો તેને તરત બ્લોક કરો અને રિપોર્ટ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube