વૃક્ષને પણ માણસની જેમ થાય છે ગલીપચી! અડતાની સાથે જ હલી જાય છે આ ઝાડની દરેક ડાળીઓ!
માણસોને ગલીપચી થાય તેવુ તમે સાંભળ્યું હશે, પરંતુ વૃક્ષોને પણ ગલીપચી થાય છે એવુ ક્યાંય સાંભળ્યું છે? એટલે કે, કોઈ એવુ વૃક્ષ જેને હળવો સ્પર્શ કરવાથી કે અડવા માત્રથી ગલીપચી થઈ જાય. જો નથી સાંભળ્યુ તો, આજે અમે તમને આવા એક નહીં પરંતુ બે વૃક્ષ વિષે જણાવીશું. આ અનોખા વૃક્ષ ઉત્તરાખંડના કાલાઢૂંગી જંગલમાં જોવા મળે છે, અહીંના લોકોનો દાવો છે કે, તેને સ્પર્શવાથી ગલીપચી થાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ માણસોને ગલીપચી થાય તેવુ તમે સાંભળ્યું હશે, પરંતુ વૃક્ષોને પણ ગલીપચી થાય છે એવુ ક્યાંય સાંભળ્યું છે? એટલે કે, કોઈ એવુ વૃક્ષ જેને હળવો સ્પર્શ કરવાથી કે અડવા માત્રથી ગલીપચી થઈ જાય. જો નથી સાંભળ્યુ તો, આજે અમે તમને આવા એક નહીં પરંતુ બે વૃક્ષ વિષે જણાવીશું. આ અનોખા વૃક્ષ ઉત્તરાખંડના કાલાઢૂંગી જંગલમાં જોવા મળે છે, અહીંના લોકોનો દાવો છે કે, તેને સ્પર્શવાથી ગલીપચી થાય છે.
લોકો આ વૃક્ષને લૉફિંગ ટ્રી તરીકે ઓળખે છે:
લોકો આ વૃક્ષને લૉફિંગ ટ્રીના નામે ઓળખે છે. કાલાઢૂંગીમાં આ વૃક્ષને ‘થનેલા’ના નામે ઓળખવામાં આવે છે. આ વૃક્ષને વાસ્તવિક રૂપમાં ‘રંડિયા ડૂમેટોરમ’નાં નામ આપવામાં આવ્યું છે. આ પ્રજાતિના વૃક્ષ ધરતીથી અંદાજે 300થી 1300 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે.
આ વૃક્ષની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ વૃક્ષના થડને પંપાળવામાં આવે, તો વૃક્ષની ડાળીઓ હલવા લાગે છે. આ જ કારણે આ વૃક્ષને ‘હસતુ વૃક્ષ’ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગલીપચી થતા વૃક્ષ ઉપરાંત એક થરથર કાંપતુ વૃક્ષ પણ હાજર છે. જે રામનગરના ક્યારી જંગલમાં છે.
પ્રવાસીઓનું આકર્ષણ બની ચૂક્યા છે આ વૃક્ષ:
જ્યાં આવા આકર્ષિત વૃક્ષો હોય, ત્યાં પર્યટકો આકર્ષાય તે વાત સ્વાભાવિક છે. એવામાં કાલાઢૂંગીના આ બે વૃક્ષોને કાર્બેટ ગ્રામ વિકાસ સમિતિએ પર્યટન સાથે જોડવામાં આવ્યા છે. અહીં આવેલા પર્યટકો આ વૃક્ષોને ગલીપચી કરવાનું નથી ચૂકતા. આ વૃક્ષો બતાવવા માટે સમિતિએ કાયદેસર રીતે ગાઈડ રાખ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ વૃક્ષોએ જ્યાં એકબાજુ પર્યટકોએ પોતાની તરફ દર્શકોનું ધ્યાન ખેંચ્યુ છે, ત્યાં બીજીબાજુ તમામ શોધકર્તાઓ વૃક્ષની આ અનોખી હરકતનું કારણ શોધવામાં લાગ્યા છે. જોકે, હજુ સુધી આ પાછળનું કારણ સામે નથી આવ્યું.