નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રીસમૃતિ ઈરાની (Smriti Irani) સોશલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. તે અવાર નવાર સોશલ મીડિયા પર પોતાના ફેન્સ અને ફોલોઅર્સ માટે કઈને કઈ શેર કરતા રહે છે. હમણાં જ તેમને પોતાનો એક કોલાજ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મૃતિ ઈરાનીએ ફેન્સને કરી આ અપીલ:
આ ફોટોમાં સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ લોકોને માસ્ક પહેરવાનો સંદેશો આપ્યો. ફોટોને શેર કરતા સ્મૃતિ ઈરાનીએ કેપ્શનમાં લખ્યું, 'ઈયર રિંગ્સ, નોઝ રિંગ પહેરો કે ના પહેરો, માસ્ક અવશ્ય પહેરો. કેમકે હજુ પણ 'બે ગજની દૂરી માસ્ક છે જરૂરી'  જો કે, સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ આ પોસ્ટમાં લોકોને માસ્ક પહેરવાનો સંદેશો આપ્યો છે. પરંતુ ઘણા ફેન્સે તેમના વેટ લોસને નોટીસ કર્યો. 


આ પણ વાંચોઃ Scam 1992ની જોડી ફરી મચાવશે ધૂમ! ગુજ્જુ બોય Pratik Gandhi હવે આ મોટી ફિલ્મમાં ચમકશે!


આવું હતું ફેન્સનું રિએક્શન:
એક યૂઝર્સે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, 'વજન ઘટાડ્યા પછીનો આપનો નવો અવતાર' તો એક અન્ય યૂઝર્સે લખ્યું,'શું ગજબનું ટ્રાન્સફોર્મેશન છે મેમ. ખૂબ પ્રેરણા દાયક', સાથે જ આ યૂઝર્સે સ્મૃતિ ઈરાની (Smriti Irani) નો ટીવી શો યાદ કરતા કહ્યું 'ખૂબ પ્યારો સંદેશ, ક્યોકી સાસ ભી કભી બહુ થી' સીરિયલથી સ્મૃતિ ઈરાની (Smriti Irani) લોક પ્રિય થઈ હતી. 


આ શોમાં કર્યું હતું કામ:
જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ વર્ષ 2000માં ટીવી શો 'આતિશ' (Aatish) અને 'હમ હૈ કલ આજ ઓર કલ' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તે ડીડી મેટ્રોના શો 'કવિતા' (Kavita) માં પણ કામ કરતી હતી. જો કે બાલાજી  ટેલીફિલ્મસ નો શો 'ક્યોકી સાસ ભી કભી બહુથી' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) એ સ્મૃતિ ઈરાની (Smriti Irani) ને ઘર-ઘરમાં ફેમસ કરી દીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube