નવી દિલ્હી : 2019ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિકક મહાસંવાદ ઇન્ડિયાનો DNA માં કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઝી ન્યૂઝનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે વાત કરી. આ દરમિયાન કપડા મંત્રીએ કહ્યું કે, અમેઠીથી રાહુલ ગાંધીની વિરુદ્ધ ભાજપ લડી રહ્યું છે. મે અમેઠીના ગામ, જેમાં વોટિંગનો બહિષ્કાર કર્યો હતો તો ગામના લોકોને કહ્યું કે, તમે આ વખતે મતદાન કરો, કે ન કરો હું પરત જરૂર આવશી. આજે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીના કારણે લોકોમાં વિશ્વાસ પેદા થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયાનો DNA: અખિલેશે કહ્યું ગઠબંધનની રાજનીતિ ભાજપની દેન છે, યુપીમાં કમળ નાબુદ થઇ જશે

ઇરાનીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વારંવાર કહે છે કે આપણી લડાઇ ગરીબીની વિરુદ્ધ છે અને વિકાસ માટે છે. અમેઠીમાં સૌથી ખરાબ સ્થિતી છે. રાહુલ દ્વારા કેરળનાં વાયનાડમાંથી પણ ચૂંટણીની જાહેરાત અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં અમેઠીના કાર્યકર્તાઓ પણ જાણે છે કે રાહુલ ગાંધી અહીંથી હારી રહ્યા છે. તેથી જ કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે રાહુલ ગાંધી અન્ય કોઇ સીટ પરથી પણ લડે. ઇરાનીએ કહ્યું કે, જનતા જોઇ રહી છે કે તેમનો સાંસદ સંસદ પહોંચે છેકે નહી, એ પણ જુએ છે કે તે સંસદમાં સુઇ રહ્યો છે કે લોકોને આંખો મારી રહ્યો છે. 
ઇન્ડિયાનો DNA: જાણો સંરક્ષણ મંત્રી તરીકે પોતાને કેટલા માર્ક આપે છે નિર્મલા સીતારમણ ?

ઇરાનીએ કહ્યું કે, હવે તે વિચાર દેશણાં આવ્યો છે કે પરિવર્તનનાં આ રાહ પર આપણે ચાલી રહ્યા છીએ. જો રાજનીતિક ઓપિનિયન પોલ અથવા ઓપિનિયમ કોલમનાં આધારે દેશ ચાલતો હોત તો નેતા બુથ પર જઇને પરસેવો ના પાડત. તેમણે સંપુર્ણ વિશ્વાસ સાથે કહ્યું કે, વડાપ્રધાન મોદી ફરી એકવાર દેશની સેવા કરવા માટેની તક જનતા આપશે.